For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરહોસ્ટેસ પાસે બોડી મસાજ કરાવતો હતો ટ્રમ્પ-ક્લિન્ટનની નજીકનો અરબપતિ

ગત 17 ઓગસ્ટના રોજ અમેરિકાના જાણીતા ફાઈનાન્સર જેફ્રી એપસ્ટીને જેલમાં આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ ચાદરના સહારે પંખા પર લટકતો મળી આવ્યો.

|
Google Oneindia Gujarati News

ગત 17 ઓગસ્ટના રોજ અમેરિકાના જાણીતા ફાઈનાન્સર જેફ્રી એપસ્ટીને જેલમાં આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ ચાદરના સહારે પંખા પર લટકતો મળી આવ્યો. જેફ્રી પર સગીરોની તસ્કરી અને 20થી વધુ મહિલાઓ પર બળાત્કાર કરવાનો આરોપ હતો. જેફ્રીના મોત બાદ પણ તેના પર યૌન શોષણના આરોપો અટલી નથી રહ્યા. મંગલવારે ન્યૂોયર્કની એક અદાલતમાં લગભગ 23 મહિલાઓએ જેફ્રી એપસ્ટીન અંગે નવા ખુલાસા કર્યા છે. જેફ્રીના પ્રાઈવેટ પ્લેનમાં એર હોસ્ટેસ તરીકે કામકરનારી યુવતીએ જેફ્રી પર ઘણીવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્ટના પેર પ્રમાણે એપસ્ટીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપત બિલ ક્લિન્ટન અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુયુ સહિતના ઘણા રાજનેતાઓ સાથે સંબંધ ધરાવતો હતો. જો કે આ આરોપમાં કોઈ પણ નેતાના નામનો ઉલ્લેખ નથી. જાણો આખો કિસ્સો.

એરહોસ્ટેસે કહ્યું,'પ્રાઈવેટ આઈલેન્ડ પર ઈરોટિક મસાજ કરાવતો હતો, ઘણીવાર કર્યો રેપ'

એરહોસ્ટેસે કહ્યું,'પ્રાઈવેટ આઈલેન્ડ પર ઈરોટિક મસાજ કરાવતો હતો, ઘણીવાર કર્યો રેપ'

4 હજાર કરોડથી વધુનું સામ્રાજ્ય ધરાવનાર જેફ્રીના પ્રાીવેટ પ્લેન લોલિતા એક્સપ્રેસમાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી ડેવિઝે મંગળવારે ન્યૂયોર્કની કોર્ટમાં પોતાની ઘટના સંભળાવી. તેમણે કોર્ટને કહ્યું કે એર હોસ્ટેસની નોકરી ઉપરાંત જેફ્રી તેના પ્રાઈવેટ ટાપુ પર ઈરોટિક મસાજ માટે પણ પૈસા આપતો હતો. તેમણે કહ્યું કે જેફ્રીએ ઘણીવાર રેપ પણ કર્યો. પીડિતાએ અદાલતને કહ્યું બળાત્કાર બાદ સતત 2 અઠવાડિયા સુધી તેમને વોમિટ થઈ હતી અને હોસ્પિટલમાં તે જિંદગી અને મોત વચ્ચે લડી રહી હતી.

આઈલેન્ડ પર યુવાન છોકરીઓને બોલાવતો

આઈલેન્ડ પર યુવાન છોકરીઓને બોલાવતો

પીડિતાએ કહ્યું,'જ્યારે જેફ્રીએ પહેલીવાર મારુ કાંડુ પકડ્યું ત્યારે જ મેં તેને અટકી જવા કહ્યું હતું. પરંતુ તે ન માન્યો.' પીડિતાએ કહ્યું કે બળાત્કારના ઘામાંથી બહાર આવવામાં તેને ખાસ્સો સમય લાગ્યો. આ મહિલાએ કહ્યું કે 'કોર્ટમાં હાજર તમામ મહિલાઓનું યૌન શોષણ થયું.. અમે બધા ખૂબ ખરાબ સ્થિતિમાંથી પસાર થયા છીએ અને તે મૃત્યુ પામીને પણ જીતી ગયો.' તમને જણાવી દઈે કે વર્ષ 2015માં એક ઈન્ટરવ્યુ દરમિયાન આ જ મહિલાએ જેફ્રી પર ટ્રાફિકિંગના આરોપો વિશે વાત કરતા તેમના ખરાબ વર્તનને માન્યું હતું. જો કે તે સમયે આ મહિલાએ પોતાની જાતને જેફ્રીનો શિકાર નહોતી ગણાવી. આ મહિલા આ મામલે કહ્યું કે તે સમયે તે પીડિતા નહોતી, પરંતુ જેફ્રી તેમના દ્વારા પોતાના આઈલેન્ડ પર યુવાન છોકરીઓને બોલાવતો હતો.

બિલ ક્લિંટન સાથે આફ્રિકા ગઈ હતી એરહોસ્ટેસ, ટ્રિપના પૈસા જેફ્રીએ આપ્યા હતા

બિલ ક્લિંટન સાથે આફ્રિકા ગઈ હતી એરહોસ્ટેસ, ટ્રિપના પૈસા જેફ્રીએ આપ્યા હતા

ડેવિઝે કહ્યું કે એકવાર તે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે તેમની પુત્રી માટે બ્રેસ્લેટ ખરીદવા આફ્રિકા ગઈ હતી. આ ટ્રીપ માટે પૈસા જેફ્રીએ જ આપ્યા હતા. તેણે કહ્યું કે બિલ ક્લિન્ટન સહિત ઘણી હસ્તીઓ જેફ્રીના વિમાનમાં પ્રવાસ કરતા હતા. જો કે આ મહિલાએ કહ્યું કે ક્લિન્ટન અને તેમની વચ્ચે ક્યારેય કશું નથી થયું.

ઐયાશી માટે પ્રાઈવેટ પ્લેનનો કરતો ઉપયોગ

ઐયાશી માટે પ્રાઈવેટ પ્લેનનો કરતો ઉપયોગ

કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે જેફ્રી પોતાના વિમાનનો ઉપયોગ ઐયાશી માટે કરતો હતો. તેના પ્લેનમાંથી તે હંમેશા સગીર યુવતીઓને તેના ન્યૂયોર્ક અને પામ બીચ સ્થિતના ઘરે લઈ જતો હતો. તમને જણાવી દઈએ કે જેફ્રી ઈપસ્ટિનની આ વર્ષે 6 જુલાઈએ ધરપકડ કરી હતી. તેના પર યૌન શોષણ અંગેના ઘણા ચાર્જ લાગ્યા છે.

English summary
jeffrey epstein s air hostess says he raped her at private island
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X