For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પ પર જો બિડેનનો પ્રહાર, કહ્યું- સંવિધાનનું પાલન કરે ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ પર જો બિડેનનો પ્રહાર, કહ્યું- સંવિધાનનું પાલન કરે ટ્રમ્પ

|
Google Oneindia Gujarati News

US Violence: અમેરિકામાં પ્રેસિડેન્શિય ચૂંટણીના પરિણામને લઈ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ભારે હંગામો કર્યો છે. આ હંગામો એવા સમયે થયો જ્યારે અઙીં નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ જો બિડેનને ચૂંટણી જીત્યાનું સર્ટિફિકેટ આપવામાં આવનાર હતું, આ સમગ્ર હંગામામાં એક મહિલાનું મોત થયું અને કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળ્યા છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેને આ સમગ્ર પ્રકરણને લોકતંત્ર પર અભૂતપૂર્વ હુમલો ગણાવ્યો.

આ વિશે તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, કેપિટલ બિલ્ડિંગમાં જે કંઈપણ થયું તે રાજદ્રોહ છે, કોઈપણ રીતે આ સ્વીકાર્ય નથી. હું પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આહ્વાન કરું છું કે તેઓ પોતાની શપથ પૂરી કરે અને સંવિધાનની રક્ષા કરે અને આ હંગામાને બંધ કરાવે. આ કાનૂન ના માનનારા અતિવાદીઓની નાની સંખ્યા છે, જે કોઈપણ પ્રકારે યોગ્ય અને ઉચિત નથી.

જો બિડેને ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કર્યો

લોકતંત્રના કામને આગળ વધવા દોઃ કમલા હેરિસ

લોકતંત્રના કામને આગળ વધવા દોઃ કમલા હેરિસ

ચૂંટાયેલા વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસે પણ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોને યૂએસ કેપિટલથી હટવાની માંગ કરી છે અને આ ઘટનાની આકરી નિંદા કરી છે. કમલા હેરિસે પોતાના ટ્વીટમાં કહ્યું, 'હું કેપિટલ અને મારા દેશના લોક સેવકો પર હુમલા માટે બિડેનના આહ્વાનમાં શામેલ છું જેમાં તેમણે કહ્યું કે લોકતંત્રના કામને આગળ વધવા દો.'

સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થવું જરૂરઃ પીએમ મોદી

સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થવું જરૂરઃ પીએમ મોદી

હવે આ સમગ્ર પ્રકરણ પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. ઘટનાની નિંદા કરતાં પીએમમ ોદીએ ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે લોકતંત્રમાં સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થવું જરૂરી છે પરંતુ આવા પ્રકારના પ્રદર્શનો દ્વારા લોકતાંત્રિક પ્રક્રિયાને નુકસાન ના પહોંચાડી શકાય, જે કંઈપણ થયું તે યોગ્ય નથી.

વૉશિંગ્ટનમાં કર્ફ્યૂ (Curfew in Washington)

વૉશિંગ્ટનમાં કર્ફ્યૂ (Curfew in Washington)

જણાવી દઈએ કે અમેરિકી સંસદના સંયુક્ત સત્રમાં નવા ચૂંટાયેલા મંડળના મતોની ગણતરી અને તેને પ્રમાણિત કરવાની પ્રક્રિયા બુધવારે શરૂ થઈ હતી પરંતુ આ દરમ્યાન ટ્રમ્પ સમર્થકોએ હંગામો શરૂ કરી દીધો. ટ્રમ્પ સમર્થક પોલીસનો ઘેરો તોડી કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા અને ભયાનક તોડફોડ કરવામાં આવી છે. સ્થિતિને બગડતી જોઈ વૉશિંગ્ટનમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું. જો કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. અમેરિકી સેનેટની અંદર જે તસવીરો અને વીડિયો સામે આવ્યો છે તેમાં પ્રદર્શનકારી સેનેટ ચેમ્બર પાસે એકઠા થતા જોવા મળી રહ્યા છે, જેમાંના કેટલાક પાસે હથિયારો પણ જોવા મળી રહ્યાં છે.

US Violence: હિંસાના વિરોધમાં 3 મહિલા અધિકારીઓએ રાજીનામું આપ્યુંUS Violence: હિંસાના વિરોધમાં 3 મહિલા અધિકારીઓએ રાજીનામું આપ્યું

English summary
Joe biden attacks on Donald, Says Trump abides the constitution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X