For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકા ખતરામાં, નિષ્ણાંતો પણ ડર્યા

ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકા ખતરામાં, નિષ્ણાંતો પણ ડર્યા

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ જો બિડેન હવે પોતાની ટ્રાંજિશન પ્રક્રિયાને આગળ ધપાવવા લાગ્યા ચે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઈન્ટેલીજેનન્સ ટીમની મદદ વિના જો બિડેને હવે દેશની સુરક્ષા સાથે જોડાયેલ નીતિઓ વિશે પ્લાન બનાવવો શરૂ કરી દીધો છે. બિડેને બુધવારે વ્હાઈટ હાઉસ માટે ચીફ ઑફ સ્ટાફની નિયુક્તિ પણ કરી નાખી છે. નવા પ્રેસિડેન્ટ જૂના સાથી રૉન ક્લેનને વ્હાઈટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ નિયુક્ત કર્યા છે. ચીફ ઑફ સ્ટાફ નિયુક્ત થયા બાદ ક્લેન હવે ઑવલ ઑફિસની જવાબદારી સંભાળશે અને તેમના સીનિયર એડવાઈઝર તરીકે કામ કરશે.

joe biden

ક્લિંટન તરફતી સમજદારી દેખાડવી પડશે

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. રાષ્ટ્રીય સુરક્ષા અને ઈન્ટેલીજેંસ એક્સપર્ટ્સને ઉમ્મીદ છે કે ટ્રમ્પ જલદી જ પોતાના વિચાર બદલી નાખશે. તેમનું કહેવું છે કે નવા પ્રેસિડેન્ટ પહેલા દિવસે જ રાષ્ટ્રીય સુરક્ષાના કોઈ મામલાનો સામનો કરવા માટે પૂરી રીતે તૈયાર રહેતા હોય છે. વર્ષ 200માં પણ જ્યારે ડેમોક્રેટ પ્રેસિડેન્ટ બિલ ક્લિંટનને વ્હાઈટ હાઉસથી વિદાય લેવાની હતી ત્યારે પણ આવા પ્રકારનું સંકટ પેદા થયું હતું. ત્યારે ફ્લોરિડાના ગવર્નર જ્યોર્જ ડબલ્યૂ બુશે દેશની સૌથી સંવેદનશીલ ઈન્ટેલીજેંસ વિશે ડેલી બ્રીફિંગ હાંસલ કરવી શરૂ કરી દીધી હતી. ક્લિંટનના ઉપ-રાષ્ટ્રપતિ અલ ગોરે બુશ સામે ચૂંટણી લડી હતી. ગોર ચૂંટણી હારી ગયા હતા પરંતુ ટ્રમ્પ તરફથી પોતાની જિદ પર ઉભા રહ્યા હતા. ગોર કેમ કે ઉપ-રાષ્ટ્રપતિ હતા તેથી આઠ વર્ષ સુધી તેઓ ક્લિંટનને ઈન્ટેલીજેન્સ મામલે ડેલી બ્રીફ કરતા હતા. પરંતુ તે સમયે પણ ક્લિંટને ઈન્ટેલીજેન્સના મામલે બુશને સાથે લેવાનો ફેસલો લીધો હતો. પ્રેસિડેન્ટ ટ્રમ્પ, ક્લિંટનથી ઉલટ ચાલી રહ્યા છે. ટ્રમ્પે અત્યાર સુધી નિર્વાચિત પ્રેસિડેન્ટ જો બિડેનને ઈન્ટેલીજેંસ બ્રીફ પર નજર પણ ના ફેરવવા દીધી.

દેશના દુશ્મન ઈંતેજાર નહિ કરે

રાષ્ટ્રીય સુરક્ષા અને ઈન્ટેલીજેંસ એક્સપર્ટ્સને ઉમ્મીદ છે કે ટ્રમ્પને જલદી જ બુદ્ધિ આવશે. મિશીગનના પૂર્વ રિપબ્લિકન પ્રતિનિધિ માઈક રોજર્સે કહ્યું, 'આપણા દુશ્મ ટ્રાંજિશન પ્રક્રિયા શરૂ થવાનો ઈંતેજાર નથી કરી રહ્યા.' રોજર્સ, ઈન્ટેલીજેન્સ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમમે કહ્યું કે, 'જો બિડેનને દરરોજ રાષ્ટ્રપતિને ડેલી બ્રીફિંગ હાંસલ કરવી જોઈએ. દેશ પર નવો ખતરો કયો છે તે તેમને ખબર પડવી જોઈએ અને તે મુજબ તેઓ પોતાની આગામી યોજનાઓને આગળ વધારશે.' તેમનું માનવું છે કે અમેરિકાના દુશ્મનો ટ્રમ્પના અડિયલ વલણનો ફાયદો ઉઠાવતા હતા. સાથે જ બિડેન ઓવલ ઑફિસ પહોંચશે તે સમયથી જ મહત્વના વિદેશી મુદ્દા પણ પડકારજનક હશે. રશિયાની સાથે પરમાણુ હથિયારોની ડીલ સૌથી મોટો મુદ્દો છે. જો ટ્રમ્પે આ સંધિને વધારી દીધી કે પછી તેના પર સમજૂતી કરી લીધો તો પચી બિડેન પાસે આ મામલે ફેસલો લેવા માટે 16 દિવસ જ બચશે.

જો બિડેન પર ટ્રમ્પનો હુમલોઃ આ એક ચોર છે, આ બસ એક ચોરીની ચૂંટણી હતીજો બિડેન પર ટ્રમ્પનો હુમલોઃ આ એક ચોર છે, આ બસ એક ચોરીની ચૂંટણી હતી

English summary
Joe biden moves forward without help of donald trump's intelligence team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X