For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેન પર રશિયાના હુમલાનો અમે નિર્ણાયક જવાબ આપવા માટે તૈયારઃ જો બાઈડેન

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યુ કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા તેનો નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યુ કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમેરિકા તેનો નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે. બાઈડેને કહ્યુ કે અમે સંપૂર્ણપણે રશિયાને નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે. જો તે યુક્રેન પર હુમલો કરશે તો જેની પૂરી સંભાવના છે. બાઈડેને કહ્યુ કે રશિયાએ અમુક સેનાઓને યુક્રેનની સીમાથી પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે પરંતુ કહ્યુ કે અમેરિકા હજુ પણ આની પુષ્ટિ નથી કરી શક્યુ. બાઈડેને કહ્યુ કે અમે હજુ સુધી એની પુષ્ટિ નથી કરી શક્યા કે રશિયાની સેનાનુ યુનિટ પાછુ પોતાના બેઝ પર પાછુ આવી રહ્યુ છે. અમારા વિશ્લેષકોનુ કહેવુ છે કે હજુ પણ રશિયાની સેના ત્યાં હાજર છે. હકીકત એ છે કે રશિયાના દોઢ લાખથી વધુ સૈનિક યુક્રેન અને બેલારુસ તેમજ યુક્રેનની સીમા પર ભેગા થયા છે જ્યાં હુમલાની હજુ પણ પૂરી સંભાવના છે.

biden

જો બાઈડેને કહ્યુ કે અમે રશિયા સાથે સીધો ટકરાવ નથી ઈચ્છતા પરંતુ મે સ્પષ્ટ કરી દીધુ છે કે જો રશિયા યુક્રેનમાં અમેરિકી લોકોને નિશાન બનાવશે તો અમે પૂરી તાકાત સાથે તેનો જવાબ આપીશુ. કૂટનીતિ અને તણાવ વચ્ચે વાતચીત દ્વારા ઘટાડવાના રસ્તા હજુ ખુલ્લા છે પરંતુ જો આવનારા દિવસો અથવા સપ્તાહોમાં રશિયા યુક્રેન પર હુમલો કરશો તો તેને મોટાપાયે આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવો પડશે. જવાબદેહીનુ મહત્વ છે. એટલુ જ નહિ રશિયાને આના ગંભીર રણનીતિક પરિણામો પણ જોવા મળી શકે છે. દુનિયા રશિયાને માફ નહિ કરે આ બિન જરૂરી હત્યાઓ અને તબાહી માટે. વાસ્તવમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યુ હતુ કે મૉસ્કોની સુરક્ષાના પડકારને ગંભીરતા સાથે લેવાની જરુર છે. પુતિનના આ નિવેદન બાદ બાઈડેને સ્પષ્ટ કર્યુ છે કે અમે રશિયાના હુમલાનો નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છે.

English summary
Joe Biden says US is ready to respond decisively to Russian invasion to Ukrain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X