Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જો બિડેને પોતાના ડોગીનો ક્યૂટ ક્રિસમસ વીડિયો શેર કર્યો

જો બિડેને પોતાના ડોગીનો ક્યૂટ ક્રિસમસ વીડિયો શેર કર્યો

વૉશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેને એક ટ્વીટ કર્યું, ટ્વીટ કરેલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ક્રિસમસની આગલી સાંજે ટ્વીટ કરેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. 42 સેકન્ડના આ વીડિયોમાં બિડેનના બંને જર્મન શેફર્ડ કુતરા મેજર અને ચેમ્પ ક્રિસમસની મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

joe biden

આ વીડિયોને પોસ્ટ કરતાં બિડેને કેપ્શનમાં લખ્યું કે, "કોઈ ફરક નથી પડતો કે તમે આ વર્ષને કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો, ચેમ્પ અને મેજર તમને મેરી ક્રિસમસ વિશ કરી રહ્યા છે."

આ વીડિયોમાં જો બિડેનના બંને જર્મન શેફર્ડ સ્વભાવથી એકબીજાની બિલકુલ વિપરીત જોવા મળી રહ્યા છે. જેમાં જ્યાં એક બિલકુલ શાંત બેઠો છે ત્યારે બીજો આખા ઘરમાં ક્રિસમસ ગિફ્ટ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. બ્લેક કલરનો જર્મન શેફર્ડ પોતાના રમકડાંને લઈ દરેક જગ્યાએ ભાગતો જોવા મળી રહ્યો છે. બંનેના આ ક્યૂટ વીડિયોને જોઈ યૂઝર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું કે મેરી ક્રિસમસ. વ્હાઈટ હાઉસમાં ફરી એકવાર ડોગીને પ્રેમ કરતા શખ્સને પહોંચવાનો ઈંતેજાર કરી રહ્યો છું. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું- 'લવ ઈટ.' કેટલાય યૂઝર પોતાના ડોગી સાથેના ફોટા પણ કોમેન્ટમાં અપલોડ કરી રહ્યા છે. અન્ય એક યૂઝરે પોતાના ડોગીનો ફોટો અપલોડ કરતા કહ્યું કે ફ્રેંકે પણ મેરી ક્રિસમસ કહ્યું અને બહુ ખુશ છે કે હવે ફરી એકવાર ડોગી લોકોના ઘરોમાં પહોંચશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X