ચીન સાથે વિશેષ સંબંધ સ્થાપવા માંગે છે અમેરિકા: જ્હોન કેરી

સમાચાર એજેન્સી સિન્હુઆ અનુસાર, કેરીએ શનિવારે બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે 'અમેરિકા અને ચીન દુનિયાની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા છે. બંને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાઇ સભ્યો પણ છે. આવામાં અમેરિકા અને ચીન સાથે મળીને કામ કરે તો દુનિયાભરમાં તેનો ફાયદો થશે.'
કેરીએ જણાવ્યું કે 'ચીનની સફળતામાં અમારુ અને અમેરિકાની સફળતામાં ચીનનું હિત છે. અમે અમેરિકામાં ચાઇનીઝ રોકાણનું સ્વાગત કરીએ છીએ.' તેમણે જણાવ્યું કે બંને દેશોની વચ્ચે જળ, પરિવહન, ઉર્જા સહિત પ્રાથમિક માળખા સાથે સંકળાયેલી પરિયોજનાઓ અને અન્ય યોજનાઓની વચ્ચે સહયોગની અસીમ સંભાવનાઓ છે. કેરીએ એ પણ જણાવ્યું કે અમેરિકા અને ચીન સાહઇબર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરશે.












Click it and Unblock the Notifications
