પોપ સિંગર નાહીનું 24 વર્ષની વયે અવસાન, છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઇ વાયરલ
K Pop singer nahee Passed away:કે-પોપ ગાયક અને ગીત લેખક, નાહીનું માત્ર 24 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. શુક્રવારના રોજ સમાચાર આવ્યા કે, ગાયિકાએ 8 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, તેના મૃત્યુનું કારણ તેના પરિવાર દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. તેણીની એજન્સીએ તેના અચાનક મૃત્યુનું કારણ પણ જાહેર કર્યું નથી. તેના નિધનના સમાચાર મળતા જ ઈન્સ્ટાગ્રામ પર તેની અંતિમ પોસ્ટ વાયરલ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ 7 નવેમ્બર, (મંગળવાર) ના રોજ શેર કરવામાં આવી હતી, તેના થોડા કલાકો બાદ તેણીનું બુધવારના રોજ નિધન થયું હતું.

કેપ્શન વિના શેર કરવામાં આવેલી પોસ્ટમાં નાહીએ વિન્ટર કોટમાં સેલ્ફી માટે પોઝ આપ્યો હતો. તેણે ટ્રેનમાં જતી વખતે સૂર્યાસ્તની ક્લિપ પણ શેર કરી હતી. તેણીના અન્ય ફોટા તેણીના નાના કૂતરાના સુંદર શોટ્સ હતા.
ચાહકો શોકના સંદેશાઓ સાથે કોમેન્ટ સેક્શનમાં છલકાઇ ગયા છે. અન્ય લોકોએ તે કૂતરા માટે પણ દુ:ખ વ્યક્ત કર્યું જેમણે કહ્યું, તેના માલિક ગુમાવ્યા છે.
વિવિધ કોરિયન ન્યૂઝ પોર્ટલ પરના અહેવાલો અનુસાર, નાહીના અંતિમ સંસ્કાર આજે, 10 નવેમ્બર, પ્યોંગટેક, ગ્યોંગગી-ડોના સેન્ટ્રલ ફ્યુનરલ હોલમાં કરવામાં આવશે.
નાહીએ દક્ષિણ કોરિયામાં ઈન્ડી કલાકાર તરીકે પોતાનું નામ બનાવ્યું હતું. તેણીએ 2019 માં સિંગલ 'બ્લુ સિટી' સાથે તેની શરૂઆત કરી હતી, જે 'બ્લુ નાઇટ' અને 'ગ્લુમી ડે' જેવા ચાર્ટ-ટોપર્સ દ્વારા ફોલો કરવામાં આવી હતી. તેણીની સૌથી લેટેસ્ટ રજૂઆત માત્ર 4 મહિના પહેલા રોઝ નામના ગીત સાથે આવી હતી.












Click it and Unblock the Notifications
