For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાની મલાલાને શાંતિ માટે નોબેલ પુરસ્કાર

|
Google Oneindia Gujarati News

kailash malala
ઓસ્લો, 10 ઓક્ટોબર: 2014 નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થઇ ચૂકી છે. કૈલાશ સત્યાર્થી અને મલાલા યૂસુફજઇને પુરસ્કાર મળવાની જાહેરાત થઇ છે. બંનેને સંયુક્ત રીતે શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું છે. કૈલાશ સત્યાર્થી બાણપણ બચાઓ આંદોલનના પ્રમુખ છે.

અત્રે એક વાતનો ઉલ્લેખ અનિવાર્ય બની જાય છે જ્યારે પાકિસ્તાન અને ભારતની સરહદ પર બંને દેશોની આર્મી એક બીજા પર ફાયરિંગ કરી રહી છે તેવામાં પાકિસ્તાનની મલાલા અને ભારતના કૈલાસ સત્યાર્થીને સંયુક્ત રીતે શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર મળવો એક મોટો સંયોગ છે. જે બંને દેશો સહિત વિશ્વને જાણે શાંતિ સ્થાપવાનો એક અનોખો સંદેશ આપી રહ્યા હોય જાણે એવો સંયોગ ઊભો થયો છે.

નોબેલ પુરસ્કાર 2014ની જાહેરાત શુક્રવારે ઓસ્લોમાં નોરવેગિયન નોબેલ કમિટિના ચેરમેન થોરજોમ જેગલેંડે કરી. વિજેતાઓને 278 નોમિનેશનમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આ અત્યાર સુધીના સૌથી વધારે ઉમેદવારોની સૂચિ છે. નોબેલ કમિટિએ જણાવ્યું કે વર્ષ 2013માં 259 ઉમેદવાર હતા. પુરસ્કાર મળ્યા બાદ સત્યાર્થીએ જણાવ્યું કે 'આ દેશ માટે ગર્વની વાત છે, હું મલાલા સાથે મળીને બાળ મજૂરી સામે લડવા માંગુ છું.'

જાણો કૈલાશ સત્યવર્તી અને મલાલાના જીવન વિશે...

પાકિસ્તાની મલાલા વિશે થોડુંક...
1. મલાલાનો જન્મ 1997માં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતના સ્વાત જિલ્લામાં થયો.
2. મલાલાના પિતાનું નામ જિયાઉદ્દીન યુસુફજઇ છે.
3. વર્ષ 2009માં મલાલાએ પોતાના છદ્મ નામ 'ગુલ મકઇ'થી બીબીસી માટે એક ડાયરી લખી. તેમાં તેણે સ્વાતમાં તાલિબાનના કૃત્યોનું વર્ણન કર્યું હતું.
4. મલાલા યુસુફજઇ પર 9 ઓક્ટોબર 2012ના રોજ તાલિબાન આતંકવાદીઓએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત ઘાટીમાં હુમલો કર્યો હતો.
5. તાલિબાન હુમલા બાદ મલાલા જ્યારે સ્વસ્થ થઇ તો આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર, પાકિસ્તાનનો રાષ્ટ્રીય યુવા શાંતિ પુરસ્કાર(2011) ઉપરાંત ઘણાં મોટા સન્માન મલાલાના નામે નોંધાયેલા છે.
6. સંયુક્ત રાષ્ટ્ર તરફથી 12 જુલાઇના રોજ મલાલા દિવસ પણ જાહેર કરવામાં આવ્યો છે.

ભારતના કૈલાભ સત્યાર્થી વિશે થોડુંક...
1. કૈલાશ સત્યાર્થી સામાજિક કાર્યકર્તા અને બાણપણ બચાઓ આંદોલનની સંસ્થાપક અધ્યક્ષ છે.
2. અત્યાર સુધી 80 હજારથી વધારે બાળકોની જિંદગી કૈલાશ સત્યાર્થીએ બદલી છે.
3. 11 જાન્યુઆરી 1954ના રોજ જન્મેલા કૈલાશ સત્યાર્થીએ ભોપાલ ગેસ ત્રાસદીના રાહત અભિયાનમાં પણ જોરદાર કામ કર્યું હતું.
4. 2009માં સત્યાર્થીને ડેફેંડર ઓફ ડેમોક્રેસી એવોર્ડ(અમેરિકા) મળ્યો હતો.
5. 2008 માં અલફાંસો કોમિન ઇંટરનેશનલ એવોર્ડ (સ્પેન) મળ્યો હતો.
6. 2007માં મેડલ ઓફ ધ ઇટાલિયન સેનાટે (Medal of the Italian Senate) સમ્માનથી નવાજવામાં આવ્યા હતા.
8. 2006માં ફ્રીડમ એવોર્ડ (અમેરિકા)
9. 2002 માં વૈલેનબર્ગ મેડલ, યુનિવર્સિટી ઓફ મિશિગન
10. 1999 માં ફ્રાઇડ્રીચ ઇબર્ટ સ્ટીફટંગ એવોર્ડ(જર્મની)
11. 1995 માં રોબર્ટ એફ. કેનેડી હ્યૂમન રાઇટ એવોર્ડ(અમેરિકા)
12. 1985 માં ધ ટ્રમપેટેર એવોર્ડ (અમેરિકા)
13. 1984 માં ધ આચેનેર ઇંટરનેશનલ પીસ એવોર્ડ (જર્મની)

English summary
Indian origin Kailash Stayrthi and Pakistan's Malala Yousafzai joint winner of 2014 Nobel peace prize.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X