US Election Result: મહિલાઓના મત જીતવા કમલા હેરિસને સંઘર્ષ, ટ્રમ્પ પુરુષો વચ્ચે ફેવરિટ

US Election Result: અમેરિકાની ચૂંટણીના પરિણામમાં જોરદાર જંગ જોવા મળી રહ્યો છે. કોણ ચૂંટણી જીતશે તે કહેવુ મુશ્કેલ છે ત્યારે આ ચૂંટણીના પરિણામ અંગે નવી નવી માહિતી સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ, અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ મહિલાઓના મત જીતવામાં સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પુરુષો વચ્ચે ફેવરિટ હોવાની માહિતી મળઈ રહી છે.

જો કે, હાલ કોણ જીતશે તે નક્કી નથી પરંતુ જે પ્રકારે પરિણામ સામે આવી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણીમાં વિજેતા બની શકે છે. જો કે, આ પરિણામ બાદ જ જાણી શકાશે.

સમગ્ર અમેરિકામાં જે રાજ્યના પરિણામો સામે આવી રહ્યાછે તે પરથી કહી શકાય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ધીમે ધીમે જીત તરફ આગળ વધી રહ્યા છે.

US Election Resul

શહેરી અને ઉપનગરીય રાજ્યોમાં કમલા હારીસ જો બાઈડનને મળેલા મતની સરાસરી કરી રહ્યા છે, જો કે, આ મતો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળેલા વોટની સરાસરી કરવા માટે પર્યાપ્ત નથી.

એગ્ઝિટ પોલના ડેટા અગાઉ જ આ પ્રકારની પરિસ્થિતનો ચિતાર આપી ચૂક્યા હતા કે, અમેરિકોને કેવા પ્રકારનું મતદાન કર્યું, આ ડેટા પરથી એ પણ માહિતી સામે આવી રહી છે કે, મહિલા અને પુરુષો પોત પોતાની રીતે પોતાના ઉમેદવારોને પસંદ કરી રહી છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, અમેરિકામાં મોટાભાગની મહિલાઓ કમલા હેરિસને પસંદ કરી રહી છે, જ્યારે પુરુષો ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપી રહ્યા છે.

જો કે, આ ડેટા પરથી એ માહિતી સામે આવી રહી છે કે, કમલા હેરિસને વોટ આપનારી 54 ટકા મહિલાઓ 2020માં જે બાઈડનને સમર્થન આપનારી 57 ટકા મહિલાઓ સાથે મેચ થતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X