કારગિલ યુદ્ધ: પરવેઝ મુશર્રફે 1999માં બોર્ડર ક્રોસ કરી ભારતમાં વિતાવી હતી રાત

pervez-musharraf
ઇસ્લામાબાદ, 1 ફેબ્રુઆરી: કારગિલની ચોટી પર કબજો મેળવવાનું અભિયાન જનરલ પરવેઝ મુશર્રફના ઇશારે કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં રોજબરોજ થઇ રહેલા ખુલાસાથી તે સ્પષ્ટ થઇ ગયું છે કે ભારત વિરૂદ્ધ રચવામાં આવેલા કાવતરામાં પરવેઝ મુશર્રફના નેતૃત્વવાળી પાકિસ્તાન સેના, આઇએસઆઇ તથા અન્ય સંગઠન પણ સામેલ હતા.

કારિગલ યુદ્ધને લઇને હવે એક વધુ સનસનીખેઝ ખુલાસો થયો છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની હકિકત સામે આવી ગઇ છે. જો કે પાકિસ્તાન આ વાતને હંમેશા ખોટી ગણાવતું રહ્યું છે કે કારગિલ યુદ્ધમાં પરવેઝ મુશર્રફની કોઇ ભૂમિકા નથી. પરંતુ આ અંગેનો ખુલાસો એક પૂર્વ સૈનિક અધિકારી કર્નલ અશફાક હુસૈને કર્યો છે.

સેવાનિવૃત્ત હુસૈને પોતાના પુસ્તક 'વિટનેસ ટૂ બ્લંડર'માં ખુલાસો કર્યો છે કે પરવેઝ મુશર્રફ કારગિલ યુદ્ધ પહેલાં ભારત-પાકિસ્તાન બોર્ડરને પાર કરી હતી. પરવેઝ મુશર્રફ બોર્ડર પાર કરીને લગભગ 11 કિમી સુધી ભારતીય સીમામાં આવ્યા હતા. એલઓસી પાર કરીને ભારતીય સીમામાં ઘુસેલા પરવેઝ મુશર્રફે ભારતમાં એક રાત પણ વિતાવી હોવાનો પણ ખુલાસો કર્યો છે.

ગુરૂવારે પાકિસ્તાનની એક ટીવી ચેનલ પર અશફાક હુસૈનના પુસ્તક 'વિટનેસ ટૂ બ્લંડર'ના કેટલાક અંશો બતાવવામાં આવ્યાં હતા. ત્યારબાદ કારગીલ યુદ્ધને લઇને પરવેઝ મુશર્રદની કરતૂતો સામે આવી ગઇ છે. જો કે પરવેઝ મુશર્રફે આ આરોપોને નકારી કાઢ્યાં છે.

અશફાક હુસૈને પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે 18 ડિસેમ્બર 1998ના રોજ કેપ્ટન નદીમ, કેપ્ટન અલી અને હવાલદાર લલક જાને એલઓસી પાર કરીને ભારતીય સીમામાં રેકી કરી હતી. ત્યારબાદ 28 માર્ચ 1998ના રોજ પરવેઝ મુશર્રફ હેલિકોપ્ટરથી એલઓસી પાર કરીને ભારતીય સીમામાં 11 કિલોમીટર અંદર ગયા હતા અને ત્યાં રાત વિતાવી હતી.

આ દરમિયાન કર્નલ અમજદ શબ્બીર પણ પરવેઝ મુશર્રફની સાથે હતા. હુસૈને પોતાના પુસ્તકમાં એક જગ્યાનું નામ જકરિયા મુસ્તકર પોસ્ટ બતાવ્યું છે, જ્યાં પરવેઝ મુશર્રફ આવ્યાં હતા. આ પુસ્તક 2008માં પ્રકાશિત થયું હતું, પરંતુ આ અંગે ખુલાસો હવે સામે આવ્યો છે. કર્નલ હુસૈન કારગિલ યુદ્ધના સમયે ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ ડાયરેક્ટોરેટમાં નિયુકત હતા.

અશફાક હુસૈને પોતાના પુસ્તકના માધ્યમથી બીજી ઘણી વાતોને ઉજાગર કરી છે. ભારતીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયે ટેલિફોન કરી કારગિલ યુદ્ધ અંગેની જાણકારી માંગી ત્યારે પાક વડાપ્રધાનને આ અંગે જાણ થઇ હતી. પુસ્તકમાં અશફાક હુસૈને પરવેઝ મુશર્રફની આકરી ટીકા કરી છે અને કારગીલ યુદ્ધને સંપૂર્ણ રીતે ગેરવ્યાજબી ગણાવ્યું છે. તેમને લખ્યું છે કે પરવેઝ મુશર્રફ ભલે આ યુદ્ધને પોતાની જેત માનતા હોય પરંતુ આ તેમની કરારી હાર છે. પરવેઝ મુશર્રફે પોતાના જવાનોની લાશને ઓળખવાની મનાઇ કરી દિધી હતી.

કારગિલ સમયે પરવેઝ મુશર્રફ અને પાક સેના ત્યાં સુધી એટલા માટે પહોંચી શકી, કારણ કે તે સમયે ભારે બરફવર્ષા થવાના કારણે ભારતીય ફોજ ત્યાં હાજર ન હતી. પરવેઝ મુશર્રફને આશા હતી કે જૂન સુધી ભારતીય ફોજ પાક સેના ત્યાં હાજર છે તે અંગે જાણકારી મળશે નહી પરંતુ ભારતીય સેના આ અંગે ખબર પડી ગઇ અને પરવેઝ મુશર્રફે તેને યુદ્ધમાં પરિવર્તન કરી દિધું.

પરવેઝ મુશર્રફે કારગિલ યુદ્ધને લઇને પોતાના ઉપર લાગેલા આરોપોને નકારી કાઢ્યાં છે. તેમનું કહેવું છે કે અશફાક હુસૈન એક વરિષ્ઠ અધિકારી છે અને તેઓ કારગિલ યુદ્ધની સચ્ચાઇ જાણે છે, પરંતુ તેને છુપાવી રહ્યાં છે. તે આમ કેમ કરી રહ્યાં છે તે મને ખબર નથી. પરવેઝ મુશર્રફ આરોપ લગાવી રહ્યાં છે કે ભારતે નિયંત્રણ રેખાનું ઉલ્લંખન કર્યું છે, જેના કારણે કારગિલ યુદ્ધ થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X