ઇંગ્લેન્ડના શાહી પરિવારમાં ટૂંક સમયમાં આવશે નવો વારસ

પેલેસે અધિકારીઓને જણાવ્યું કે, ડચેઝ ઓફ કેમ્બ્રિઝને સવારે નબળાઇનો અનુભવ થયો હતો. હાલ તેઓ લંડનની હોસ્પિટલમાં છે. તેમની સાથે પ્રિન્સ વિલિયમ છે. માનવામાં આવે છે કે કેટને થોડાક દિવસો માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમને આરામની સલાહ આપવામાં આવશે.
શાહી પરિવારમાં નાનો મહેમાન આવવાના સમાચાર જેવા મીડિયામાં આવ્યા કે તુરત જ વિશ્વભરમાંથી શુભેચ્છાઓ પાઠવવાની શરૂઆત થઇ ગઇ છે. બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરુને ટ્વિટ કર્યું છે કે કેટ અને વિલિયમ સારા માતા-પિતા સાબિત થશે. વર્ષ 1981માં ડાયના માતા બન્યા પછી શાહી પરિવારમાં આ બાળકની ઘણી આતુરતાથી રાહ જોવાઇ રહી હતી.
પેલેસના અધિકારીઓએ જણાવ્યુ કે કેટનો ગર્ભ હજુ 12માં અઠવાડિયામાં પહોંચ્યો નથી. ડચેઝ ઓફ કેમ્બ્રિઝ હાઇફરમેસિસ ગ્રેવિડેરમથી ગ્રસ્ત છે. આવી મહિલાઓ ઉલ્ટી કરે છે અને ખાવાનું તેમના પેટમાં રહેતું નથી. જો રાષ્ટ્રમંડળ અને 15 અન્ય દેશ નવા પ્રસ્તાવને મંજૂરી આપશે તો પછી છોકરો થાય કે છોકરી તે એક દિવ સશસ્ત્ર સેનાઓનો પ્રમુખ, બ્રિટેનનો રાજ્યપ્રમુખ અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનો પ્રમુખ ગવર્નર બનશે.












Click it and Unblock the Notifications
