આ છોકરીએ 5 કરોડ રૂપિયા ભેગા કરવા માટે હજારો લોકોને નગ્ન તસવીરો મોકલી, ઈન્સ્ટાગ્રામે એક્શન લીધી
નવી દિલ્હીઃ ભયંકર ગરમી અને દુષ્કાળ બાદ ઓસ્ટ્રેલિયાએ જંગલમાં લાગેલી ભીષણ આગ સામે ઘૂટણ ટેકી દીધા છે. આગ સતત વધતી જઈ રહી છે. 50 કરોડ જાનવરોના મોત થયાં હોવાના પણ અહેવાલ છે. હજારો લોકો પોતાના મકાન અને જીવિકા ગુમાવી ચૂક્યા છે. તેમની મદદ માટે કેટલાય લોકો સામે આવ્યા છે પરંતુ અમેરિકામાં રહેતી 20 વર્ષની એક યુવતીએ એવી રીત અપનાવી જેનાથી તે ચર્ચામાં આવી ગઈ છે. એટલું જ નહિ તેણે આ તરકીબથી 2 દિવસમાં 5 કરોડ રૂપિયા એકઠા કરી લીધા. યુવતીનું નામ કાયલેન બાર્ડ છે અને તે અમેરિકાના લૉસ એન્જિલસમાં રહે છે. કાયલેન સોશિયલ મીડિયા સ્ટાર છે. જો કે તેની આ હરકત બાદ ઈન્સ્ટાગ્રામે યુવતી સામે પગલાં ભર્યાં છે.

કપડાં ઉતાર્યાં અને ખુદની ન્યૂડ તસવીરો વેચવા લાગી
કાયલેન બાર્ડે પોતાની ન્યૂડ ફોટો લોકોને ઓનલાઈન મોકલીને 5 કરોડ રૂપિયા એકઠા કરી લીધા. કાયલેનનું કહેવું છે કે ચેરિટી સંસ્થાને મોકલેલ ધનથી આગમાં તબાહ થયેલ લોકોની મદદ કરી શકાય છે. ટ્વિટર પર છોકરીએ જ્યારે આ એલાન કર્યું કે 700 રૂપિયા મોકલવા પર તે લોકોને પોતાની ન્યૂડ તસવીર મોકલશે તો ઘણા વિરોધનો પણ સામનો કરવો પડ્યો. પરંતુ છોકરીએ બધી જ ધમકીઓ છતાં કેમ્પેન ચાલુ રાખ્યું. જણાવી દઈએ કે કાયલેને ગત 4 જાન્યુઆરીએ ટ્વીટ કરી લખ્યું હતું કે જે કોઈપણ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં રહેતા લોકો માટે 10 ડૉલરનું ફંડ દાન કરશે તેને હું મારી ન્યૂડ તસવીર આપીશ. પૈસા ડૉનેટ કર્યા બાદ તમે મને આ અંગે પુષ્ટિ કરાવો.

ડૉનેટ કરનાર લોકોનું પૂર આવી ગયું, કાયલેને પણ બધાને ન્યૂડ તસવીરો મોકલી
કાયલેનની આ પોસ્ટ બાદ તેમની પાસે લોકોના મેસેજનું ઘોડાપૂર આવ્યું. કાયલેને પણ બધાને પોતાની ન્યૂડ તસવીરો મોકલી દીધી. જો કે આના પગલે ઈન્સ્ટાગ્રામે કાયલેનનું અકાઉન્ટ ડિએક્ટિવ કરી દીધું છે. જ્યારે તેના પેરેન્ટ્સ અને કેટલાક મિત્રોએ પણ તેનાથી દૂરી બનાવી લીધી છે.

કેટલાક લોકોએ વાંધાજનક મેસેજ મોકલ્યા તો કેટલાકે રેપની ધમકી આપી
કાયલેનને કેટલાક લોકોએ વાંધાજનક મેસેજ મોકલ્યા તો કેટલાકે તો રેપ કરવાની ધમકી પણ આપી દીધી છે. જો કે કાયલેનનું માનવું છે કે તેની પાસે પીડિતોની મદદ માટે આજ બેસ્ટ આઈડિયા હતો. ઉલ્લેખનીય છે કે ઓશ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં 60 લાખ હેક્ટરના ક્ષેત્રમાં આગ લાગી ચૂકી છે. કેટલાય લોકોએ પોતાના ઘર અને સંપત્તિ ગુમાવવી પડી છે. કાયલેનનું કહેવું છે કે ચેરીટી સંસ્થા દ્વારા તેમને ફરીથી ઘર વસાવવામાં મદદ મળી શકે છે.

જરૂર પડી તો પાછું આવું કામ કરશે
કાયલેને કહ્યું કે ભવિષ્યમાં પણ કુદરતી આફતોની સ્થિતિમાં જરૂરત પડી તો તે આવું કેમ્પેન ચાલુ રાખશે. તેમણે કહ્યું કે શરૂમાં તે નવર્સ થઈ ગઈ હતી પરંતુ 5 મિનિટમાં જ જ્યારે તેને ઘણા વધુ મેસેજ આવી ગયા તો તેને સારું મહેસૂસ થયું.

ઓસ્ટ્રેલિયાની મદદ માટે મિલિટ્રી મોકલવામાં આવી રહી છે
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલ આગ હવે ઘણી જ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલ આ આગે લોકો અને જાનવરોને ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. અહીં 50 કરોડ જાનવરો અને પક્ષીઓના મોત થઈ ચૂક્યાં છે. ભીષણ આગને જોતાં અમેરિકી અને કેનેડા સરકારે પોતાના પ્રશિક્ષિત ફાયર ફાઈટર્સને ઓસ્ટ્રેલિયા રવાના કર્ાય છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, પાપુઆ ન્યૂ ગિની અને ફ્રાંસની સરકારોએ પણ ઓસ્ટ્રેલિયાઈ સરકારની મદદ માટે મિલિટ્રી મોકલવાની ભલામણ કરી છે.