For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવિન રડે ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી તરીકે લીધા સપથ

|
Google Oneindia Gujarati News

સિડની, 27 જૂન : જૂલિયા ગિલાર્ડ દ્વારા લગભગ ત્રણ વર્ષ પહેલા અશિષ્ટતાની સાથે પ્રધાનમંત્રી પદથી હટાવ્યાના લગભગ ત્રણ વર્ષ બાદ કેવિન રડે નાટકીય ઢબે સત્તામાં વાપસી કરતા ઓસ્ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી પદ તરીકે આજે શપથ લીધા.

55 વર્ષિય રડે બુધવારે નેતૃત્વને લઇને થયેલી ચૂંટણીમાં નાટકીય ઢબે સત્તામાં પરત ફરતા દેશની પહેલી પ્રધાનમંત્રી ગિલાર્ડ બંધ ઓરડામાં થયેલા મતદાનમાં અપદસ્થ કરી દેવાઇ અને તેમણે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત પણ કરી દીધી છે. કેનબરામાં ગવર્મેન્ટ હાઉસમાં ગવર્નર જનરલ ક્યૂંટિન બ્રાયસ દ્વારા શપથ અપાવ્યા બાદ રડે કહ્યું કે 'હું મારું સર્વશ્રેષ્ટ પ્રદર્શન કરીશ.' આ દરમિયાન તેમની પત્ની થેરેસે રેઇન અને બાળકો પણ હાજર હતા.

kevin rudd
રડની ફરી વરણી તેમને ખૂબ જ આશ્ચર્યમાં નાખનારી છે, જે હવે 14 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં લેબર પાર્ટીનું નેતૃત્વ કરશે જેમાં ચૂંટણી સર્વેક્ષણો અનુસાર વિપક્ષી ટોની અબોટના નેતૃત્વવાળી વિપક્ષી કન્જર્વેટિવ પાર્ટીની જીત નોંધાવવાની આશા છે. જૂલિયા ગિલાર્ડને હટાવ્યા બાદ છ પ્રમુખ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે, જેમાં તેમના સૌથી વિશ્વાસપાત્ર સમર્થક ઉપનેતા વાયને સ્વાનનો પણ સમાવેશ થાય છે.

જૂલિયા ગિલાર્ડના પરિવહન મંત્રી એંથની અલ્બાનીજે રડની સહાયકના રૂપમાં શપથ લીધા જ્યારે ઇમિગ્રેશન મંત્રી ક્રિસ બોવેનને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. જોકે અન્ય વરિષ્ઠ મંત્રીઓની નિમણૂંક હજી કરવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે જૂલિયા ગિલાર્ડના સમયમાં લેબર પાર્ટીની લોકપ્રિયતા ઓછી થઇ ગઇ પરંતુ વર્ષ 2007ની ચૂંટણીમાં જોરદાર જીત નોંધાવનાર રડ હજી પણ મતદાતાઓમાં લોકપ્રિય છે અને માનવામાં આવે છે કે તેમની નિમણૂંકથી પાર્ટીને મહત્વપૂર્ણ બઢત મળશે.

English summary
Sealing a remarkable comeback, Kevin Rudd was on Thursday sworn in as Australia’s new Prime Minister, three years after his predecessor Julia Gillard ousted him in a similar showdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X