શું નોર્થ કોરિયામાં ઘૂસ્યો કોરોના, એક આખું શહેર સીલ કરાયું હોવાની આશંકા

શું નોર્થ કોરિયામાં ઘૂસ્યો કોરોના, એક આખું શહેર સીલ કરાયું હોવાની આશંકા

પ્યોંગયાંગઃ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને દેશના એક વિશાળ શહેર રાસોનને સીલ કરી દીધું છે. જે બાદ નોર્થ કોરિયામાં કોરોના વાયરસના કેસ આવ્યા હોવાની આશંકા જતાવાઈ રહી છે. રાસોનની આજુબાજુ રહેતા નાગરિકો મુજબ તેમને ડર છે કે કાંતો શહેરમાં કોરોના વાયરસના કેસ છે અથવા તો કિમ જોંગ તેમના શહેરનો પ્રવાસ કરવાના છે પાછલા દિવસોમાં નોર્થ કોરિયાની ન્યૂજ એજન્સી એનકે તરફથી જણાવવામાં આવ્યું હતું કે નાગરિકોને ડર છે કે કોરોના વાયરસના કારણે દેશમાં સખ્ત પ્રતિબંધ લગાવી દેવામાં આવી શકે છે. આ કારણે લોકોમાં અજીબ પ્રકારની દહેશત છે અને શાક માર્કેટમાં પણ ભીડ જ ભીડ છે.

અચાનક એન્ટ્રી પર પ્રતિબંધ લાગ્યો

અચાનક એન્ટ્રી પર પ્રતિબંધ લાગ્યો

રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા એક નાગરિકે જણાવ્યું કે આ મહિનાની શરૂઆતમાં ઑથોરિટીજે રાસોનમાં પબ્લિકની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ નાગરિકે જણાવ્યું કે માત્ર ટ્રેન જ નહિ બલકે જે લોકો પગપાળા અને પોતાના વાહન લઈને જઈ રહ્યા હતા તેમના પણ સ્ક્રીનિંગ કરવામાં આવી અને પછી તેમને પ્રવેશતા રોકી લેવામાં આવ્યા. કેટલાય નાગરિકોને ડર છે કે આ પ્રતિબંધ કોરોના વાયરસ સાથે જોડાયેલ છે. પરતુ સરકાર તરફથી હજી સુધી કોઈપણ જાણકારી આપવામાં આવી નથી. આ નાગરિકે જણાવ્યું કે જ્યારે કોરોના વાયરસ ચીનમાં પોતાના ખરાબ સ્વરૂપમાં હતો તે સમયે પણ રાસોનમાં કોઈ નિયંત્રણ નહોતું. હવે અચાનક આ શહેરમાં એન્ટ્રી કેમ બધ કરી દેવામાં આવી તે બાબતે કંઈ ખ્યાલ નથી.

નોર્થ કોરિયાએ ઝીરો કેસનો દાવો કર્યો

નોર્થ કોરિયાએ ઝીરો કેસનો દાવો કર્યો

નોર્થ કોરિયાએ દાવો કર્યો હતો કે તેને ત્યાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી. પરંતુ તેણે ચીન સાથેની પોતાની બોર્ડર બંધ કરી દીધી હતી. સાથે જ ક્વારંટાઈનના નિયમોને પણ સખ્ત કરી દેવામાં આવ્યા હતા. અગાઉ આ વિશે જાણકારી આવી હતી કે કિમ પ્યોંગયાંગથી ચાલ્યા ગયા અને તેઓ મહામારીના કારણે પોતાના વોનસાનના લગ્ઝીરિયસ રિસોર્ટમાં રહી રહ્યા છે. પાછલા અઠવાડિયે કિમે મહામારીને રોકવામાં સફળતા હાંસલ કરવા માટે ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગના વખાણ કર્યાં. કિમ તરફથી એક ખાસ મેસેજ જિનપિંગને પણ મોકલવામાં આવ્યો હતો.

પાસ વિના સફરની મંજૂરી નહિ

પાસ વિના સફરની મંજૂરી નહિ

રાસોન સિટીના નાગરિકોને શહેરથી બહાર જવા અને શહેરમાં આવવાની મંજૂરી નથી. પરંતુ તેમની પાસે આના માટે યોગ્ય દસ્તાવેજ હોવા જોઈએ. સૂત્રોના હવાલેથી બ્રિટિશ અખબાર ધી સને લખ્યું કે ટ્રેનમાં સતત પોલીસ અને ઈન્સપેક્ટર્સ ટ્રાવેલ પાસ અને ટિકિટ્સ ચેકિંગ કરી કરી રહ્યા છે. રાસોન સિટીની સીમા ચીન અને રશિયાને લાગે છે. આ જગ્યા રશિયાના શહેર વ્લાદિવોસ્તોકથી માત્ર 60 કિમી જૂર છે. મોટી સંખ્યામાં નાગરિક બિઝનેસ માટે બંને દેશથી નોર્થ કોરિયા આવતા રહે છે. રાસોન સિટી નોર્થ હૈંગયોંગ પ્રાંતમાં છે. વર્ષ 1992માં રાસોનને સ્પેશિયલ ઈકોનોમિક જોનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય સિટીમાં વિદેશી રોકાણને વધારવાનો હતો.

દેશમાં જરૂરી સામાનની કમી

દેશમાં જરૂરી સામાનની કમી

પાછલા દિવસોમાં ન્યૂજ એજન્સી એનકે તરફથી કહેવામાં આવ્યું હતું કે આગલા કેટલાક દિવસોમાં રાજધાની પ્યોંગયોંગ તરફથી કેટલાક શખ્ત આદેશ જાહેર થઈ શકે તેવો લોકોને ડર સતાવી રહ્યોછે. પ્યોંગયોંગમાં જે લોકો રહે છે, તેઓ થોડા દિવસો પહેલા સુધી આસાનીથી દેશ બહાર જઈ શકતા હતા. કેટલાક દિવસો પહેલા સુધી શાકભાજી અને ફળની કમી આી ગઈ છે. રેડિયો ફ્રી એશિયા તરફથી જણાવવામાં આવ્યું છે કે નોર્થ કોરિયામાં અનાજ, શાકભાજી અને ફળના ભાવમાં વધારો થયો છે. જાન્યુઆરીમાં નોર્ત કોરિયાએ ચીનને અડતી પોતાની સીમા બંધ કરી દીધી હતી અને તે સમયે ચીનમાં તેજીથી કોરોના વાયરસના મામલા વધી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X