પૃથ્વી પરના સાપનું છે બીજા ગ્રહો સાથે કનેક્શન, જાણો કેમ નાસા બીજા ગ્રહ પર સાપ જેવા રોબોટ મોકલી રહ્યું છે?

ભારત સહિતના દુનિયાભરના દેશો અવકાશમાં જીવનની ખોજમાં લાગ્યા છે. આ ક્રમમાં જ નાસા તેના એક નવા મિશનમાં સાપ જેવા રોબોટને અવકાશમાં મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે.

દુનિયાભરના લોકોની નજર હંમેશા અમેરિકન સ્પેસ એજન્સી નાસાના મિશન પર રહે છે ત્યારે હવે નાસા એક નવા કારનામાંને અંજામ આપવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પર દુનિયાભરના વૈજ્ઞાનિકોની ખાસ નજર છે.

snak robot

નાસા એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેમાં તે સાપના આકારના રોબોટ બનાવીને અંતરિક્ષમાં મોકલશે. આ સ્નેક રોબોટ્સ શનિના કોઈ એક ચંદ્ર પર જશે અને ત્યાં જીવનની શોધ કરશે.

જણાવી દઈએ કે, શનિ ગ્રહને 83 ચંદ્ર છે. આ ચંદ્રમાંઓમાંથી એન્સેલેડસ નામના એક ચંદ્રમાં પર વૈજ્ઞાનિકોને જીવનની હાજરીના સંકેત મળે છે. વૈજ્ઞાનિકો હવે આ ચંદ્ર પર સંશોધન કરવા માટે સાપ જેવા દેખાતા રોબોટ બનાવી રહ્યા છે.

જો કે, એ સ્પષ્ટ નથી કે આ માત્ર ટેક્નોલોજીના કારણે કરી રહ્યા છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો ચોક્કસપણે કહી રહ્યા છે કે વૈજ્ઞાનિકોએ આવું એટલા માટે કર્યું છે કારણ કે તેમને લાગે છે કે સાપ અન્ય ગ્રહો સાથે સંબંધિત છે.

વૈજ્ઞાનિકો અનુસાર, તેમને આ સ્નેક રોબોટ ખાસ આ ગ્રહ માટે બનાવ્યા છે. ત્યાંના વાતાવરણમાં આ રોબોટ ઘણા ઉપયોગી સાબિત થશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રોબોટ ખૂબ જ લવચીક હશે અને ચંદ્રની સપાટીને ખોદીને ખૂબ જ સરળતાથી ભૂગર્ભમાં જઈ શકશે.

એક અગત્યની વાત તેની લંબાઈ છે. તે સામાન્ય સાપ અથવા અળસિયા જેવી હશે. એટલે કે લગભગ 10 સેમી. જો નાસાનો આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા સમયમાં તે અન્ય ગ્રહો માટે પણ આવા જ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટ ખાસ કરીને ચંદ્ર અને મંગળ માટે અદભુત સાબિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X