For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેડી ડોક્ટરે ફેસબૂક પર બિકીની ફોટો શેર કરી તો લાઇસન્સ કેન્સલ થયું

મ્યાનમારમાં મહિલા ડોક્ટરનું લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. મહિલા ડોક્ટરે સોશ્યિલ મીડિયા પર આપત્તીજનક ફોટો પોસ્ટ કરી, ત્યારપછી તેનું લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

મ્યાનમારમાં મહિલા ડોક્ટરનું લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. મહિલા ડોક્ટરે સોશ્યિલ મીડિયા પર આપત્તીજનક ફોટો પોસ્ટ કરી, ત્યારપછી તેનું લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું. મહિલા ડોક્ટરે લાઉન્જરી ફોટો શેર કરી, જેને કારણે વિવાદ શરુ થઇ ગયો. સોશ્યિલ મીડિયા પર ડોક્ટરથી મોડલ બનેલી નાંગ મ્યુ સાંગ નું લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ચાલતા ચાલતા સુઈ જાય છે આ ગામના લોકો, શોધવું મુશ્કેલ, આ રોગ કેવો છે

બિકીની ફોટોને કારણે લેડી ડોક્ટર ફસાઈ

બિકીની ફોટોને કારણે લેડી ડોક્ટર ફસાઈ

લેડી ડોક્ટરને તેની ફોટોને કારણે લાઇસન્સ ગુમાવવું પડ્યું, જેનો વિરોધ વ્યક્ત કરતા તેમને પોતાની પર્સનલ આઝાદીનું હનન ગણાવ્યું. સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહેનારી નાંગ હંમેશા પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે, પરંતુ તેની કેટલીક ફોટોને કારણે વિવાદ ઉભો થઇ ગયો.

મોડલની નકલ કરવું મોંઘુ પડ્યું

મોડલની નકલ કરવું મોંઘુ પડ્યું

નાંગ વ્યવસાયે એક ડોક્ટર છે અને તેને મોડેલિંગ કરવાનો શોખ છે. તે અમેરિકી મોડલ કેંડલ જેનરની નકલ કરી રહી હતી, જેમાં તેને કેટલીક બિકીની ફોટો ખેચાવીને સોશ્યિલ મીડિયા પર તેને પોસ્ટ કરી. લેડી ડોક્ટરનો આ લૂક મ્યાનમાર મેડિકલ કાઉન્સિલને આપત્તીજનક લાગ્યો. ત્યારપછી તેમને નાંગ ને લેટર જાહરે કરીને લાઇસન્સ કેન્સલ કરવાની માહિતી આપી. મ્યાનમાર મેડિકલ કાઉન્સિલ ઘ્વારા દલીલ કરવામાં આવી કે તેમનો ડ્રેસિંગ સ્ટાઇલ મ્યાનમાર ક્લચર અને રીત રિવાજો વિરુદ્ધ છે, જેને કારણે તેમનું ડોક્ટરી લાઇસન્સ કેન્સલ કરવામાં આવે છે.

પહેલા પણ વોર્નિંગ આપવામાં આવી ચુકી છે

પહેલા પણ વોર્નિંગ આપવામાં આવી ચુકી છે

આ પહેલીવાર નથી જયારે નાંગને તેના કપડાં અને ફોટો માટે ટોકવામાં આવી હોય. આ પહેલા પણ જાન્યુઆરી મહિનામાં તેને વોર્નિંગ આપવામાં આવી હતી. તેને સોશ્યિલ મીડિયાથી તેની આપત્તીજનક ફોટો હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. નાંગ ઘ્વારા લેટર સાઈન કરવામાં આવ્યો પરંતુ તેને ફોટો હટાવી નહીં. ત્યારપછી તેમને એવું કહીને વિરોધ વ્યકત કર્યો કે મેડિકલ એથિક્સમાં ડ્રેસ કોડ પર કોઈ જ પાબંદી નથી. તે દર્દીઓના ઉપચાર દરમિયાન આવા કપડાં નથી પહેરતી. તેને કહ્યું કે કાઉન્સિલનો આ નિર્ણય તેની આઝાદીનું હનન છે.

English summary
Lady Doctor shares her bikini photo on Facebook, Her license got Canceled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X