ભારતના દબાણના કારણે લખવીની ફરી ધરપકડ થઇ: લખવીનો વકીલ

ઇસ્લામાબાદ 31 ડિસેમ્બર: મુંબઇ પર આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ ઝકીઉર રહેમાન લખવીને મુક્ત કરવાના ઇસ્લામાબાદ હાઇકોર્ટના નિર્ણય બાદ ભારત તરફથી જોરદાર વિરોધનો સૂર ઊઠ્યો હતો. જેના પરિણામે લખવીને પાછો જેલના હવાલે કરવાનો નિર્ણય પાકિસ્તાનની કોર્ટે કરવો પડ્યો.

પોતાની ફરીથી ધરપકડ અને ઇસ્લામાબાદની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાતા આજે સેશન કોર્ટમાં લખવીએ પડકારી છે. જોકે કોર્ટની સુનાવણી થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે જેથી ફરિયાદી પક્ષ પોતાના જવાબમાં મજબૂત દલિલ રજૂ કરી શકે.

lakhvi
અત્રે નોંધનીય છે કે ઇસ્લામાબાદ હાઇકોર્ટે સોમવારે લખવીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આ નિર્ણય બાદ તેની અપહરણ કેસમાં ફરીથી ધરપકડ કરી લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ સ્થાનીય કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં લખવીને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

આ અંગેની જાણકારી આપતા લખવીના વકીલ રિઝવાન અબ્બાસીએ દાવો કર્યો હતો કે ભારતના દબાણના કારણે જ લખવીની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. તેની શરૂઆતી આઝાદીથી પાડોશી દેશ નારાજ થઇ ગયું હતું. અબ્બાસીએ જણાવ્યું કે તેના વિરુધ્ધ જે મામલો દાખલ કરવામાં આવ્યો તેનો કોઇ આધાર ન્હોતો. લખવી હાલમાં સાર્વજનીક સુરક્ષા કાનૂન હેઠળ પોલીસ કસ્ટડીમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X