For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંધાર એપોર્ટ પર મોટો રોકેટ હુમલો, અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ બગડી

અફઘાનિસ્તાનથી અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા કંધાર એરપોર્ટ પર મોટો રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલા બાદ આગની જાણ કરવામાં આવી છે અને ધુમાડા

|
Google Oneindia Gujarati News

અફઘાનિસ્તાનથી અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા કંધાર એરપોર્ટ પર મોટો રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલા બાદ આગની જાણ કરવામાં આવી છે અને ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળી રહ્યા છે. માનવામાં આવે છેકે તાલિબાને એરપોર્ટને નિશાન બનાવ્યું છે. જોકે, કંધાર એરપોર્ટ પર હુમલા બાદ કેટલું જાન-માલનું નુકસાન થયું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવા અહેવાલો આવી રહ્યા છે કે કંધાર એરપોર્ટ પર હુમલાને કારણે તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

કંધાર એરપોર્ટ પર હુમલો

કંધાર એરપોર્ટ પર હુમલો

મોડી રાત્રે તાલિબાનોએ કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કર્યો છે અને આ હુમલા બાદ તમે તસવીરોમાં જોઈ શકો છો કે એરપોર્ટ પરથી ધુમાડો ઉઠી રહ્યો છે. કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલા અંગે કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે oneindia.com આ વીડિયોની પુષ્ટિ કરતું નથી, દાવો કરવામાં આવ્યો છેકે આ વીડિયો કંધાર એરપોર્ટ હુમલાનો છે. તમને જણાવી દઈએ કે રાજધાની કાબુલ એરપોર્ટ બાદ અફઘાનિસ્તાનમાં કંધાર એરપોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાબુલ એરપોર્ટ પર તુર્કિશ સૈન્યનું નિયંત્રણ છે, જ્યારે કંધારમાં તાલિબાન પાછલા સપ્તાહમાં નબળું પડ્યું છે અને હવે તાલિબાનોએ ગુસ્સામાં એરપોર્ટને નિશાન બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. કંધાર એરપોર્ટ એ જ છે જ્યાં ભારતીય વિમાનને તાલિબાન આતંકવાદીઓએ હાઇજેક કરી રાખ્યું હતું.

તે જ સમયે, એરપોર્ટના એક અધિકારીએ રવિવારે એએફપીને જણાવ્યું હતું કે દક્ષિણ અફઘાનિસ્તાનના કંધાર એરપોર્ટ પર રાતોરાત ઓછામાં ઓછા ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. "એરપોર્ટ ઓછોરીટીએ કહ્યું કે રનવેનું સમારકામ કામ ચાલી રહ્યું છે અને એવી અપેક્ષા છે કે રવિવારે એરપોર્ટ કાર્યરત થઈ જશે. તાલિબાને અઠવાડિયાઓથી કંધારની હદમાં વારંવાર હુમલાઓ શરૂ કર્યા છે, જેનાથી એવી આશંકા ઉભી થઈ છે કે બળવાખોરો પ્રાંતીય રાજધાની પર કબજો કરવાના આરે છે.

રાષ્ટ્રપતિ ઉપર હુમલાની કોશીશ

અફઘાન મીડિયા ટોલો ન્યૂઝ અનુસાર ઈદની નમાઝ દરમિયાન રાજધાની કાબુલમાં અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને આ રોકેટ રાષ્ટ્રપતિ ભવન પાસે પડ્યું. ટોલો ન્યૂઝ અનુસાર અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ ભવન પાસે એક પછી એક ત્રણ રોકેટ પડ્યા, જે બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને તે સમયે ઈદની નમાજ ચાલી રહી હતી. રોકેટ પડ્યા બાદ સુરક્ષા દળોએ તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. રિપોર્ટ અનુસાર, રોકેટ પરવાન-એ-સે વિસ્તારમાંથી છોડવામાં આવ્યું હતું અને તે બાગ-એ-અલી મરદાન અને ચમન-એ-હોજરી વિસ્તારમાં પડ્યુ હતું, જે અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ ભવનનો વિસ્તાર છે.

તાલિબાને કર્યો હુમલો

તાલિબાને કર્યો હુમલો

તાલિબાને હવે અફઘાનિસ્તાનમાં મહત્વના સ્થળો પર સીધા હુમલા શરૂ કર્યા છે. તાલિબાનોએ પહેલા રાષ્ટ્રપતિ ભવન અને હવે કંધાર એરપોર્ટ પર રોકેટ છોડ્યા છે. એવા સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનની શાંતિને લઈને વાટાઘાટો ચાલી રહી છે, તો પછી અફઘાન સરકાર પર હુમલા કેમ થઈ રહ્યા છે અને તાલિબાન શા માટે શક્તિ બતાવી રહ્યું છે? તાલિબાન શા માટે જાહેર સંસ્થાઓને નિશાન બનાવી રહ્યું છે? તાલિબાન એરપોર્ટ પર હુમલો કરીને દેશની સંપત્તિનો નાશ કેમ કરી રહ્યું છે.

ખુબજ મહત્વનું છે કંધાર એરપોર્ટ

ખુબજ મહત્વનું છે કંધાર એરપોર્ટ

આતંકવાદીઓને અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર પર કબજો કરતા અટકાવવા માટે જરૂરી લોજિસ્ટિક્સ અને હવાઈ સહાય પૂરી પાડવા માટે કંધારનું એરપોર્ટ મહત્વપૂર્ણ છે. એરપોર્ટ પર હુમલો ત્યારે થયો જ્યારે તાલિબાન બે અન્ય પ્રાંતીય રાજધાનીઓ, પશ્ચિમમાં હેરત અને દક્ષિણમાં લશ્કર ગાહ પર કબજો કરવા નજીક ગયુ. જો કંધાર એરપોર્ટ તાલિબાન દ્વારા કબજે કરવામાં આવે તો અફઘાન સરકારની હાર નિશ્ચિત હશે.

English summary
Large rocket attack on Kandahar airport worsens situation in Afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X