• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World 22 July: કેનેડામાં નોકરી કરવી અને વસવાટ કરવો આસાન

By Kumar Dushyant
|

22 જુલાઇ: અમે તમારા માટે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. જ્યાં તમને આંતરાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓના સમાચાર તથા બ્રેકિંગ ન્યૂઝ વિશે એક જ જગ્યાએ માહિતી મળી રહેશે. જેથી તમારા સમયનો બચાવ થશે અને એક જ જગ્યાએ આંતરરાષ્ટ્રીય સમાચારો મળી રહેશે. બસ માત્ર સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી મેળવતા રહો.

આજના આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો... અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં ફરી એકવાર આતંકી હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા છે. જાણકારી અનુસાર આંતકવાદીએ મંગળવારે કાબૂલમાં આંતરિક મંત્રાલયની ઓફિસમાં હુમલો કર્યો. આ આતંકી હુમલામાં 15 લોકોના મોતના સમાચાર છે.

કાબૂલમાં મંત્રાલયની ઓફિસમાં આતંકી હુમલો, 15ના મોત

કાબૂલમાં મંત્રાલયની ઓફિસમાં આતંકી હુમલો, 15ના મોત

અફઘાનિસ્તાન: અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં ફરી એકવાર આતંકી હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા છે. જાણકારી અનુસાર આંતકવાદીએ મંગળવારે કાબૂલમાં આંતરિક મંત્રાલયની ઓફિસમાં હુમલો કર્યો. આ આતંકી હુમલામાં 15 લોકોના મોતના સમાચાર છે. તો બીજી તરફ હુમલાની જવાબદારી લીધી છે. કહેવામાં આવે છે આ આતંકી હુમલામાં મૃતકોમાં ચાર વિદેશી નાગરિક પણ સામેલ છે.

કેનેડામાં નોકરી કરવી અને વસવાટ કરવો આસાન

કેનેડામાં નોકરી કરવી અને વસવાટ કરવો આસાન

નવી દિલ્હી: કેનેડા સરકાર ઈમિગ્રેશન નિયમોમાં એવા ફેરફાર કરશે, જેમાં ત્યાં વસવાટ માટે લાંબા સમય સુધી રાહ જોવી નહી પડે. એક સમાચાર પત્રના અનુસાર કેનેડાઇ ઈમિગ્રેશન મંત્રી ક્રિસ એલેક્ઝેંડરે કહ્યું ખાસ ધંધામાં સિદ્ધહસ્ત લોકોને તેમના દેશમાં ફક્ત છ મહિનામાં ત્યાં રહેવાનો અધિકાર મળી જશે. ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા છે જેથી કેનેડામાં કામ માટે ઇચ્છુક લોકોને ત્યાં આવવામાં પરેશાની ન થાય.

મધ્ય સપ્ટેમ્બરમાં 57 ભારતીય મત્સ્ય નૌકાઓ છોડશે ભારત

મધ્ય સપ્ટેમ્બરમાં 57 ભારતીય મત્સ્ય નૌકાઓ છોડશે ભારત

કરાંચી: પાકિસ્તાને આજે કહ્યું કે 150 ભારતીય માછીમારો પાસેથી જપ્ત કરવામાં આવેલી 57 હોડીઓને તે છોડી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માછીમારોને સદભાવના હેઠળ મે મહિનામાં છોડી મુકવામાં આવ્યા હતા. વડાપ્રધાનમંત્રી નવાજ શરીફના નિર્દેશ પર આ હોડીઓને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બ્રિટનમાં ભારતની ઓનલાઇન પાસપોર્ટ સેવા શરૂ

બ્રિટનમાં ભારતની ઓનલાઇન પાસપોર્ટ સેવા શરૂ

લંડન: ભારતે સોમવારે બ્રિટનમાં ફક્ત ઓનલાઇન પાસપોર્ટ અરજી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સેવા બુધવારથી શરૂ થવા જઇ રહી છે. તેનો હેતું અહીં ભારતીય મિશન દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓને સરળ બનાવવાનો છે.

અહીં ભારતીય હાઇ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ભારતીય હાઇ કમિશન ફક્ત ઓનલાઇન આયોજન સિસ્ટમથી પાસપોર્ટની અરજી સ્વિકાર કરવામાં આવશે. દૈનિકા આધાર પર કુલ 100 સ્લોટ ઉપલબ્ધ થશે. હાઇ કમિશન પોસ્ટ દ્વારા અરજી સ્વિકારવાનું ચાલુ રાખશે. આ ભારતીય હાઇ કમિશન દ્વારા સેવાઓને તર્કસંગત બનાવવ માટે ભરવામાં આવેલા પગલાંઓનું એક છે.

કાબૂલ એરપોર્ટ પર આતંકી હુમલો, 4ના મોત

કાબૂલ એરપોર્ટ પર આતંકી હુમલો, 4ના મોત

કાબૂલ: મંગળવારે સવારે કાબૂલ એરપોર્ટ આતંકી હુલલો થયો જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં હોવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ વિદેશી નાગરિક અને અફઘાનિસ્તાનના એક વરિષ્ઠ અધિકારી સામેલ છે. કાબૂલ સ્થિત આંતરિક મંત્રાલયની ઓફિસમાં પણ હુમલાના સમાચાર છે. આ હુમલામાં 15 લોકોના મોત નિપજ્યાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યું પામેલા વિદેશી નાગરિકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. આતંકી સંગઠન તાલિબાને હુમલાની જવાબદારી લીધી છે. શરૂઆતી સમાચારો અનુસાર સ્થાનિક સમયાનુસાર સવારે 6.30 વાગે કસાબા રોડ જોરધાર ધમાકો થયો.

સાઉદી અરબમાં 25 થી 50ની ઉંમરની ભારતી મહિલા જ બનશે મેડ

સાઉદી અરબમાં 25 થી 50ની ઉંમરની ભારતી મહિલા જ બનશે મેડ

રિયાદ: ઘરેલૂ કામદારોની સુરક્ષા સુનિશ્વિત કરવા માટે ભારત અને સાઉદી અરબ વચ્ચે કરવામાં આવેલા નવા રોજગાર કરાર હેઠળ સાઉદી અરબમાં રોજગાર શોધી રહેલી ભારતીય મેડની ઉંમરની 25 થી 50 વર્ષની નક્કી કરવામાં આવી છે.

એમિરેટસ 24/7ના સમાચાર અનુસાર ભારતે પહેલાં કહ્યું હતું કે મેડની ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષની હોવી જોઇએ. પરંતુ ત્યારબાદ બંને દેશ એક કરારના અનુરૂપ ઉંમર નક્કી કરવાને લઇને સહમતિ પર પહોંચ્યા જેના હેઠળ ભારતના ઘરેલૂ કામદારોનું સંરક્ષણ સુનિશ્વિત થશે.

English summary
A Taliban suicide bomber detonated himself on Tuesday outside Kabul International Airport, killing three foreign advisers and an Afghan interpreter, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more