For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ એશિયામાં સૌથી ખતરનાખ આતંકી સંગઠન છે લશ્કર એ તૈયબા: યુએસ

|
Google Oneindia Gujarati News

terrorist
વોશિંગ્ટન, 10 એપ્રિલ: અમેરિકાએ જણાવ્યું છે કે મુંબઇમાં આતંકી હુમલા સહિત ભારતમાં ઘણા મોટા આતંકી હુમલાઓના જવાબદાર લશ્કર એ તૈયબા દક્ષિણ એશિયાના સૌથી ખતરનાખ આતંકી સંગઠનોમાનું એક છે.

યુએસ પૈસિફિક કમાંડના કમાન્ડર એડમિરલ સૈમુએલ લોકલિયરે કોંગ્રેસની સુનવણી દરમિયાન સાંસદોને જણાવ્યું કે 'લશ્કર એ તૈયબા હજી પણ પોતાના ખતરનાખ ઇરાદાઓને પાર પાડવામાં દક્ષિણ એશિયામાં સૌથી ખતરનાખ આતંકી સંગઠનોમાં એક છે.'

તેમણે જણાવ્યું કે 'સંગઠન નવેમ્બર 2008માં મુંબઇમાં થયેલા હુમલા માટે જવાબદાર હતું, જેમાં છ અમેરિકન સહિત 160થી વધારે લોકો માર્યા ગયા હતા અને તેણે હાલના વર્ષોમાં દક્ષિણ એશિયામાં અન્ય ઘણા હુમલાઓને અંજામ અથવા મદદ પૂરી પાડી છે.' અમેરિકન સેનાએ હાલમાં જ એક અહેવાલ રજૂ કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે લશ્કર એ તૈયબા હાલમાં પણ પાકિસ્તાનમાં લોકોની ભર્તી કરે છે અને તેમને કાશ્મીરને કેન્દ્રમાં રાખીને ટ્રેઇનિંગ આપી રહ્યું છે.

લોકલિયરે સીનેટરોને જણાવ્યું કે આ હુમલાના પ્રત્યક્ષ પરિણામથી પર મહત્વનો ખતરો એ છે કે કોઇ અન્ય આતંકી હુમલો ભારત અને પાકિસ્તાનની વચ્ચેની નાજુક શાંતિને અસ્થિર કરી શકે છે.

English summary
Lashkar e Tayyiba one of the most potent terror group in South Asia, says US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X