બાઇડેને ખંભા પર રાખ્યો હાથ તો તસવીર શેયર કરીને મોદીએ કહ્યુ આપણા પ્લાનેટને સારો બનાવા સાથે મળીને કરીશુ કામ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેમણે તમામ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ યૂએનમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ બાઇડેન પીએમ મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કહ્યુ હતુ. આ દરમિયાન બને નેતા ઘણા સમય સુધી સાથે રહ્યા અને સહજ દેખાઇ રહ્યા હતા. પીએમ મોદીએ બાઇડેન સાથે પોતાની તસવીર શેયર કરીને સોશિયલ મીડિયામાં કરી હતી. જેમા બંને એક સાથે નજર આવી રહ્યા છે. આ તસવીરમાં બાઇડેનને મોદીના ખંભા પર હાથ મુકેલો છે.

પીએમ મોદીએ તસવીરને શેયર કરીને લખ્યુ હતુ, "રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે આજે વાતચીત વ્યાપક અને સાર્થક રહી. ભારત પોતાના પ્લાનેટને સારુ બનાવા માટે વિવિત ક્ષેત્રમાં સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે કામ કરવાનું ચાલુ રાખશે"
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યુ કે, ભારત અે અમેરિકા વચ્ચે ગઠજોડની અમિતિ સભાવનાઓ છે. અને દુનિયાના રુપમાં બંને દેશ વૈશ્વિક શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ માટે યોગદાન આપી રહ્યા છે. મોદીએ કહ્યુ કે, ભારત અને અણેરિકા માટે સંબંધો અને સમગ્ર વૈશ્વિક સામરિક ગઠજોડમાં એક નવો અધ્યાય જોડાયો છે.












Click it and Unblock the Notifications
