'ઓબામાને મોકલવામાં આવેલા પત્રમાં હતું ઘાતક ઝેર'

એફબીઆઇએ એક નિવેદનમાં કહ્યું હતું કે પત્રમાં મળી આવેલા દાણેદાર પદાર્થ પ્રાથમિક રીતે રસાયણ હોવાની પુષ્ટિ થઇ છે. આ પહેલાં અમેરિકન ગુપ્તચર એજન્સી સેવાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે 16 એપ્રિલ 2013ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિના નામે મોકલવામાં આવેલા પત્રમાં એક સંદિગ્ધ પદાર્થ મળી આવ્યો છે. આ પદાર્થ વ્હાઇટ હાઉસની મેલ સ્ક્રીનિંગ સુવિધામાં મળી આવ્યો હતો.
સેક્રેટ સર્વિસ વ્હાઇટ હાઉસ મેલ સ્ક્રીનિંગ ફેસેલિટી વ્હાઇટ હાઉસ પરિસરની પાસે નથી, પરંતુ અલગ છે. આના માધ્યમથી વ્હાઇટ હાઉસના બધા પત્રો જાય છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જે કાર્નીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ઓબામાને આ અંગે જાણકારી આપવામાં આવી છે.
ગત સોમવારે બોસ્ટન મેરેથોન દરમિયાન કરવામાં આવેલા બે બોમ્બ ધમાકા બાદ વ્હાઇટ હાઉસની સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
