For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લીબિયાના PM અલી ઝેદાન અપહરણ બાદ મુક્ત

|
Google Oneindia Gujarati News

ત્રિપોલી, 10 ઓક્ટોબર : લીબિયાના વડાપ્રધાન અલી ઝેદાનનું અપહરણ થયા બાદ હવે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ સત્તાવાર માહિતી લીબિયા સરકારે આપી છે. અલી ઝેડાનનું આજે સવારે કેટલાક બંદૂકધારીઓએ હોટેલમાંથી અપહરણ કર્યું હતું.

એક સમયે બાગી રહેલા જૂથ રેવોલ્યુશનરીઝ ઓપરેશન્સ રૂમ દ્વારા ઝેદાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમુહનું કહેવું હતું કે તેઓ પ્રોસિક્યુટર જનરલના આદેશ પર કામ કરી રહ્યા છે. જો કે ન્યાય મંત્રાલયે આ બાબતનો ઇનકાર કર્યો હતો. આ સમુહ પાછલા શનિવારે લીબિયામાં અમેરિકાના કમાન્ડો પર કરવામાં આવેલી કાર્યવાહીથી નારાજ હતું. અમેરિકાએ અલકાયદાના શંકાસ્પદ ઉગ્રવાદી અનસ અલ લિબીને પકડ્યો હતો.

ali-zeidan-libya-pm

લીબિયાના વિદેશ મંત્રી મોહમ્મદ અબ્દુલ અઝીજે સમાચાર એજન્સી એએફપીને માહિતી આપતા જણાવ્યું કે અલી ઝેદાનને મુક્ત કરી દેવામાં આવ્યા છે. જો કે તેમને કેવી સ્થિતિમાં મુક્ત કરવામાં આવ્યા તે અંગે કોઇ માહિતી નથી.

અલી ઝેદાનને આજે સવારે 100થી વધારે હથિયારધારીઓએ કોરોંથિયા હોટલમાંથી અપહરણ કરી લીધા હતા. લીબિયા સરકાર આ હથિયારધારી સમૂહો પર નિયંત્રણ લાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આ સમૂહો લીબિયાના કેટલાક વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે.

English summary
Libya PM Ali Zeidan kidnapped and then freed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X