લીબિયાના વડાપ્રધાન અલી ઝીદાનનું બંદૂકના જોરે અપહરણ

ત્રિપોલી, 10 ઓક્ટોબર: લીબિયાના વડાપ્રધાન અલી ઝીદાનને હથિયારધારી રાજધાનીમાં આવેલ એક હોટલમાંથી અપહરણ કરી લીધું. અપહરણ થતા જ હોટેલના તંત્રએ આ અંગેની જાણકારી મીડિયાને આપી દીધી. કોઇ દેશના વડાપ્રધાનનું અપહરણ ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર કહી શકાય.

તાજા અપડેટ અનુસાર ખાસ વાત એ છે કે એક દેશના વડાપ્રધાનનું અપહરણ કોઇ ગોળીબાર થયા વગર જ થયું. હોટલના સુરક્ષાકર્મીઓ અનુસાર હથિયારધારીઓ જુદા જુદા વાહનોમાં આવ્યા અને સુરક્ષાગાર્ડો પર બંદૂક તાકી દીધી પછી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વડાપ્રધાનને વાહનમાં બેસાડીને લઇ ગયા.

જેમ આ સમાચાર ફેલાયા, એવા જ વડાપ્રધાન કાર્યાલથી એક સૂચના જારી કરવામાં આવી કે આ અપહરણના સમાચાર ખોટા છે, વડાપ્રધાન ઝીદાન ફરવા માટે ગયા છે. પરંતુ પીએમઓ તરફથી થોડા સમયના અંતરે જ માહિતી મળી કે તેમને ખોટી માહિતી અપહરણકર્તાઓના દબાણમાં આપવી પડી હતી.

ali zeidan
અત્રે ઉલ્લેખનીય છે કે ઝીદાને ગઇકાલે જ પશ્ચિમી દેશોને લીબિયામાં આતંકવાદને ખતમ કરવાની પહેલ કરવા વિનંતી કરી હતી. સ્થાનીય મીડિયા અનુસાર આ અપહરણની પાછળ ઇસ્લામી સંગઠન અલ-કાયદાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સૌથી પહેલા આવ્યા હતા આ સમાચાર
કોરિંથિયા હોટલના અધિકારીએ સ્થાનીય ન્યૂઝ ચેનલોને જણાવ્યું કે ઝીદાન અત્રે રોકાયેલા છે. અચાનક અલગ અલગ પ્રકારના હથિયારો સાથે કેટલાંક લોકો હોટલમાં દાખલ થયા અને સુરક્ષાતંત્રને છેતરીને હોટલની અંદર દાખલ થઇ ગયા. ત્યાંથી વડાપ્રધાનનું અપહરણ કરીને લઇ ગયા. સરકારી અધિકારીઓએ હજી આ વાતની ખરાઇ નથી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X