લંડનના રેલ્વે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ, અનેક લોકો ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

લંડનના અંડર ગ્રાઉન્ડ રેલ્વે સ્ટેશનમાં બોમ્બ વિસ્ફોટના ખબર આવ્યા છે. લંડનના સાઉથ ફર્સ્ટ પાર્સેંન્સ ગ્રીન રેલ્વે સ્ટેશન પર હુમલો થયો છે. ટ્રેનની અંદર એક સફેદ રંગના કન્ટેનર દ્વારા બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેના કારણે અનેક યાત્રીઓ દાઝી ગયા છે. બ્લાસ્ટ થતા સ્ટેશન પર લોકોની નાસભાગ પણ જોવા મળી હતી. જો કે ઇજાગ્રસ્તોને પાસેથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલે છે. સાથે જ પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને લંડન રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા છે.

London blast

જો કે લંડનની પોલીસે આ ઘટનાને આતંકી હુમલો સ્વીકારવાનું ટાળ્યું છે. હાલ આ અંગે તપાસ થઇ રહી છે કે આ કોઇ આતંકી હુમલો છે કે પછી કોઇ અકસ્માત. સાથે જ ટ્રેન સ્ટ્રેશન પર સ્પેશ્યલ કમાન્ડોની ટીમ પણ પહોંચી ગઇ છે. વધુ વિસ્ફોટ બાદ લોકોએ ભાગદોડ કરતા પણ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પણ હાલ સ્થિતિ કાબુમાં છે તેમ ત્યાંની પોલીસે જણાવ્યું છે.

English summary
London: Several people are injured as explosion on tube train.
Please Wait while comments are loading...