For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના કાર્યક્રમમાં સામેલ થવા માટે લકી ડ્રૉ, છેલ્લી તારીખ 7 સપ્ટે.

|
Google Oneindia Gujarati News

modi
વોશિંગ્ટન, 4 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પર 28 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક સિટીમાં પ્રતિષ્ટિત મૈડિસન સ્કોયર ગાર્ડનમાં તેમના સાર્વજનિક સ્વાગત સમારંભમાં સામેલ થનારા લોકોની પસંદગી લૉટરી દ્વારા કરવામાં આવશે. મોદીના સ્વાગત સમારંભના આયોજકોએ એ જાણકારી આપી છે.

આ ઉદ્દેશ્ય માટે હાલમાં જ રચવામાં આવેલી ભારતીય અમેરિકન કમ્યુનિટી ફાઉંડેશનને સોમવારે અડધી રાત સુધી દેશભરમાંથી લગભગ 20,000 અરજીઓ મળી છે. આ અરજીઓ દૂર અલાસ્કા અને હવાઇથી પણ આવી છે.

ભારતીય-અમેરિકન સમુદાયના 407 સંગઠનો અને ધાર્મિક સંસ્થાનોના સભ્યો માટે ઓનલાઇન આવેદન કરવાની સમય મર્યાદા સોમવાર સુધીની હતી. આ તમામ લોકો મોદીના સાર્વજનિક સ્વાગત સમારંભમાં યજમાનની ભૂમિકા અદા કરશે.

મંગળવારે ફાઉંડેશને સમારંભ માટે સામાન્ય લોકો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. મૈડિસન ગાર્ડનમાં લગભગ 20,000 લોકોના બેસવાની ક્ષમતા છે. સામાન્ય લોકો માટે આ સમારંભમાં સામેલ થવા માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર છે. આયોજકોને આશા છે કે આ દરમિયાન હજારો લોકો સમારંભમાં સામેલ થવા માટે ઓનલાઇન અરજી કરશે.

અત્રે નોંધનીય અને આશ્ચર્યજનક બાબત છે કે વિદેશમાં કોઇ ભારતીય નેતાના સ્વાગત માટે આટલા મોટા પ્રમાણમાં તૈયારી થઇ રહી હોય અને આવા કોઇ કાર્યક્રમમાં હાજરી આપવા માટે લકી ડ્રૉ થઇ રહ્યો હોય.

English summary
lucky draw for Narendra Modi's welcome function in new york city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X