Mexicoમાં આવ્યો 7.2 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર ભાગ્યા
મેક્સિકો શહેરમાં 7.2 તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપની શરૂઆતી તીવ્રતા 7.5 હતી
શુક્રવારે વહેલી સવારે મેક્સિકો શહેરમાં 7.2 તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સોશ્યલ મીડિયામાં આ અંગે વીડિયો મૂકવામાં આવ્યો છે. જે જોઇને તમે ભૂંકપની તીવ્રતાનો અંદોજો લગાવી શકો છો. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપની શરૂઆતી તીવ્રતા 7.5 હતી. અને તેનું કેન્દ્ર બિંદુ ઓક્સાટા સ્ટેટના પિનોટેપાથી 2 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદું જમીનની અંદર 43 કિલોમીટર ઊંડું હતું. ભૂકંપની તીવ્રતાના કારણે શહેરના મકાનો રીતસરના હલવા લાગ્યા હતા. અને લોકો ઘરની બહાર સુરક્ષિત સ્થાન તરફ દોડી આવ્યા હતા.

વહેલી સવારે આવેલા આ ભૂકંપે લોકોને ડરાવી મૂક્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા 19 સપ્ટેમ્બરના રોજ પણ અહીં 7.1 તીવ્રતાનો ભૂંકપ મધ્ય મેક્સિકોમાં આવ્યો હતો. જેના કારણે અહીં ભારે નુક્શાન થયું હતું. આમ તો મેક્સિકો જે જમીન સ્તર પર આવેલું છે ત્યાંની પ્લેટના કારણે વારંવાર અહીં ભૂંકપ આવતા રહે છે. ત્યારે 7.2ની તીવ્રતાના આ ભૂંકપ ફરી એક વાર અહીં લોકોની ભૂંકપની જૂની યાદો તાજા કરાવી હતી. અને લોકો ભૂંકપના આંચકાના કારણે ડરી ગયા હતા.
Piso 38 en Reforma. #CDMX #Sismo pic.twitter.com/iIXToUZYv6
— Gustavo Serrano (@gooz25) February 16, 2018












Click it and Unblock the Notifications
