Mahakumbh in Pakistan: પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે મહાકુંભ!, ગંગાના પાણીમાં ડૂબકી લગાવીને કમાવી રહ્યા છે પુણ્ય
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ કુંભમેળો યોજાઈ રહ્યો છે અને આ કુંભ મેળો મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રૂઆરી સુધી ચાલુ રહેશે. આ કુંભમેળામાં આશરે 50 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો છે અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી છે.
આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા વિશ્વભરમાંથઈ લોકો આવી રહ્યા છે.ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ માટે મહાકુંભમાં ભાગ લેવુ સરળ નથી, કારણ કે, વિઝા સંબંધિત સમસ્યાઓને કારણે પાકિસ્તાની હિન્દુઓ મહાકુંભ સુધી પહોચી શકતા નથી.

આ સમસ્યાનો ઉકેલ પાકિસ્તાનના હિન્દુઓએ શોધી કાઢ્યો છે. તેમણે પાકિસ્તાનમાં પોતાનો મહાકુંભ મેળો યોજ્યો છે.પાકિસ્તાનના રહીમયાર ખાન જિલ્લામાં આયોજિત આ મહાકુંભમાં ગંગા સ્નાનની પરંપરા જાળવી રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અહીં ભક્તો માટે ગંગાજળ લાવવામાં આવે છે, જે તેમને સ્નાન માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ પાણીને અન્ય જળ સ્ત્રોતો સાથે ભેળવીને એક તળાવ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોકો સ્નાન કરે છે.
પાકિસ્તાની યુટ્યુબર હરચંદ રામે આ મહાકુંભ વિશે એક વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ ભારતમાં પ્રયાગરાજ જઈ શકતા નથી, તેથી તેમણે પાકિસ્તાનમાં જ મહાકુંભનું આયોજન કર્યું છે.
પુજારીએ કહ્યું કે આ પ્રસંગ તેમના જીવનનો પહેલો અને કદાચ છેલ્લો મહાકુંભ છે, કારણ કે તે 144 વર્ષ પછી આવ્યો છે.સ્નાન પછી ભક્તો માટે પ્રસાદ અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લોકો શ્રદ્ધાના દરેક પાસાને તેમની ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડીને અનુભવે છે. તે ભારત-પાકિસ્તાન સરહદ પાર પણ ધાર્મિક એકતાનું પ્રતીક છે, જ્યાં દરેક વ્યક્તિ આ પવિત્ર પ્રસંગની ભક્તિભાવથી ઉજવણીમાં જોડાઈ રહ્યા છે.
આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે ફિલસૂફી અને ભક્તિના માર્ગમાં સરહદો અવરોધરૂપ બની શકે નહીં. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયે આ મહાકુંભ દ્વારા પોતાની શ્રદ્ધાનું પાલન કરીને એક અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે.












Click it and Unblock the Notifications
