For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે બન્યા શ્રીલંકાના નવા વડાપ્રધાન

પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે બન્યા શ્રીલંકાના નવા પીએમ

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેએ શુક્રવારે સાંજે રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરીસેનાની સમક્ષ વડાપ્રધાન પદના શપથ લીધા. શ્રીલંકાઈ મીડિયાના રિપોર્ટ મુજબ એમણે રનિલ વિક્રમસિંઘની જગ્યા લીધી છે. આ અણધારી ઘોષણા ગઠબંધનવાળી સરકારમાં સામેલ યૂનાઈટેડ પીપલ્સ ફ્રીડમ એલાયન્સે સમર્થન પરત લીધાની થોડા સમય બાદ કરવામાં આવી હતી. યૂપીએફએના મહાસચિવ મહિંદા અમરવીરાએ કહ્યું કે સંસદના સભાપતિને લેખિતમાં નિર્ણય વિશે અધિસૂચિત કરવામાં આવ્યા છે.

mahinda rajpaxe

યૂપીએફએના મુખ્ય ઘટક દળ શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના અધ્યક્ષ મૈત્ીપાલ સિરીસેના અને પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંહે યૂનાઈટેડ નેશનલ પાર્ટીએ લોકસભા ચૂંટણી બાદ ઓગસ્ટ 2015માં ગઠબંધનની સરકાર બનાવી હતી. હાલના મહિનાઓમાં ગઠભંધનમાં તેજીથી તણાવ વધી રહ્યો હતો. બંને ગઠબંધન સહયોગિયોને ફેબ્રુઆરીમાં સ્થાનિક ચૂંટણીમાં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીસેનાના વફાદાર એપ્રિલમાં વડાપ્રધાનની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યા હતા. જેમાં મોટાભાગના સભ્યોએ પોતાની ગઠબંધનવાળી સરકારના સમર્થનમાં વોટિંગ કર્યું હતું.

મહિંદ્રા રાજપક્ષે શ્રીલંકા પોડુજના પાર્ટીના પ્રમુખ છે. રાજપક્ષે શ્રીલંકાની સંસદ માટે સૌથી પહેલા વર્ષ 1970માં ચૂંટાયા હતા. એપ્રિલ 2004ના રોજ તેઓ શ્રીલંકાના વડાપ્રધાન બન્યા. 2005માં તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. 2010માં રાજપક્ષે ફરી એકવાર બીજા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હવે તેઓ વડાપ્રધાન બની ગયા છે.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશમાં હાર્દિકે દેખાડી પોતાની તાકાત, કોંગ્રેસ પાસે માંગી 12 સીટ

English summary
Former President Mahinda Rajapaksa has been sworn-in as the Prime Minister of Sri Lanka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X