For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં હાર્દિકે દેખાડી પોતાની તાકાત, કોંગ્રેસ પાસે માંગી 12 સીટ

મધ્ય પ્રદેશમાં હાર્દિકે દેખાડી પોતાની તાકાત, કોંગ્રેસ પાસે માંગી 12 સીટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 29 ઓક્ટોબરે માલવા ક્ષેત્રના બે દિવસીય પ્રવાસે જનાર છે. મધ્ય પ્રદેશનો આ ક્ષેત્ર ભાજપનો ગઢ છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે રાહુલ ગાંધીની યાત્રા પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા હાર્દિક પટેલે રાહુલ ગાંધીના પ્રવાસ માટે માલવામાં રસ્તો મોકળો કરી દીધો છે. ખેડૂતોના વિરોધ પ્રદરશન બાદ હાલમાં જ હાર્દિક પટેલે મંદસૌરનો પ્રવાસ કર્યો, જ્યાં પોલીસ ગોળીબારમાં 6 લોકોનાં મોત થયાં હતાં. હવે રાહુલ ગાંધી પાટીદારોના પ્રભુત્વવાળા ક્ષેત્રનો પ્રવાસ ખેડશે.

મધ્ય પ્રદેશમાં લગભગ 60 લાખ પાટીદારો છે

મધ્ય પ્રદેશમાં લગભગ 60 લાખ પાટીદારો છે

જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં લગભગ 60 લાખ પાટીદારો છે અને તેમાંથી 40 લાખ રાજ્યના માલવા ક્ષેત્રમાં રહે છે. રાજ્યમાં પાટીદાર આર્થિક રૂપે બહુ મજબૂત છે. મંદસૌરમાં ખેડૂત આંદોલન દરમિયાન પાટીદાર સમુદાયના 6 ખેડૂતો મૃત્યુ પામ્યા હતા. પાટીદાર નેતા હાર્દિક પટેલે પાટીદાર સમુદાય સાથે સતત સંપર્કમાં છે અને તેણે હાલમાં જ આ વિસ્તારનો પ્રવાસ કર્યો અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનું સમર્થન કર્યું.

પાટીદારો માટે 12 સીટ માગી

પાટીદારો માટે 12 સીટ માગી

સૂત્રોએ જણાવ્યું કે હાર્દિક પટેલે પાટીદારો માટે 12 સીટ માગી છે જેઓ માત્ર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે. પરંપરાગત રૂપે પાટીદારો ભાજપની સાથે રહ્યા છે અને એમાંથી 90 ટકા પાર્ટીને સમર્થન કરે છે. અહીં 15 વર્ષથી ભાજપની જ જીત થતી આવી છે. ત્યારે પાટીદારો અહીં ગેમ ચેન્જ કરી શકે તેમ છે.

આ વિસ્તારની મુલાકાત લીધી

આ વિસ્તારની મુલાકાત લીધી

હાર્દિક પટેલ ધર, ઝાબુઆ અને ખરગુન જિલ્લાનો પણ પ્રવાસ કરી રહ્યો છે, આ આદિવાસી વિસ્તારોમાં પટેલોની સંખ્યા ઓછી છે. પરંતુ તે રાજ્યમાં તે રાજ્યમાં દરેક પાટીદાર સમુદાયને લલચાવવાની કોશિશ કરી રહ્યો છે. હાર્દિક પટેલ લાંબા સમયથી સક્રિય છે. એટલું જ નહિ, કન્હૈયા પણ આ વિસ્તારનો પ્રવાસ કરવા માગે છે પરંતુ કેટલાક મતભેદો થવાના કારણે તે પ્રવાસ ન ખેડી શક્યો. કોંગ્રેસે પણ હજુ સુધી નક્કી નથી કર્યું કે તેમણે કન્હૈયાની સાથે જવું જોઈએ કે નહી.

કોંગ્રેસ માટે ફાયદાનો સોદો

કોંગ્રેસ માટે ફાયદાનો સોદો

અગાઉ 22 જિલ્લાના પાટીદાર નેતાઓએ મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ સાથે મુલાકાત કરી હતી. એમણે પણ સમુદાય માટે કેટલીક સીટો માગી હતી. પાટીદારની ઉપસ્થિતિ મોન્દૌર, ગારોથ, જવાડ, જાઓરા, નાગદા કાક્રોદ, બદનગર, સુસાન, શાજાપુર, શુજલપુર, કલાપિપલ, સેહોર, સિરોનજ, ખરગોન, નીચમ અને નરસિંહ નિર્વાચન વિસ્તારમાં છે. એવામાં પાટીદારોને ટિકિટ આપવી કોંગ્રેસ માટે ફાયદાનો સોદો થઈ શકે છે.

‘ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીમાં મેવાણીએ પાર કરી મર્યાદા, પીએમને કહ્યા નમક***‘ભાજપ હરાવો, દેશ બચાવો' રેલીમાં મેવાણીએ પાર કરી મર્યાદા, પીએમને કહ્યા નમક***

English summary
Hardik Patel bats for Congress in Malwa region; demands 12 seats for his men.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X