સ્વાગતથી વિદાઇ સુધી, મોદી-ટ્રંપની મુલાકાતના 10 ખાસ પોઇન્ટ

Posted By:
Subscribe to Oneindia News

પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વચ્ચે ભારતીય સમય મુજબ રાતના 1.10 મુલાકાત થઇ. ટ્રંપે નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. જો કે આ તે બન્નેની પહેલી મુલાકાત હતી પણ પહેલી જ મુલાકાતમાં બન્ને વચ્ચે જબરી કેમેસ્ટ્રી સ્પષ્ટ પણ જોવા મળી હતી. ત્યારે રાજકીય રીતે અને ભારતની વિદેશ નિતીની રીતે બન્ને દેશોના મોટા નેતાઓની આ મુલાકાત ખૂબ જ ખાશ રહી હતી. અને બન્નેએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી જાહેર સંબોધન પણ કર્યું હતું. આ તમામ મહત્વના પોઇન્ટને વિગતવાર વાંચો અહીં....

ટ્રંપે મોદીને એક મહાન નેતા ગણાવ્યા

ટ્રંપે મોદીને એક મહાન નેતા ગણાવ્યા

1. પીએમ મોદીના સ્વાગત કરવા માટે ડોનાલ્ડ ટ્રંપ અને તેમની પત્ની મેલાનિયા સાથે આવ્યા હતા. પીએમ મોદી બન્ને સાથે હાથ મેળવી તેમનું અભિવાદન ઝીલ્યું હતું અને પછી તે વ્હાઇટ હાઉસની અંદર ગયા હતા.

2. ડોનાલ્ડ ટ્રંપે પીએમ મોદીની મુલાકાત પછી તેમની વખાણ કરતા કહ્યું હતું કે મોદી એક મહાન વ્યક્તિ છે અને તેમણે તેમના દેશ માટે જે કામ કર્યા છે અને કરી રહ્યા છે તે ખરેખરમાં વખાણવા લાયક છે. તો સામે પક્ષે પીએમ મોદીએ ટ્રંપને દૂરદ્રષ્ટ્રા કહ્યા હતા. સાથે જ અમેરિકાને ભારતનું સૌથી સારું અને સાચુ મિત્ર કહ્યું હતું.

જીએસટી મામલે ટ્રંપે પાઠવી શુભેચ્છા

જીએસટી મામલે ટ્રંપે પાઠવી શુભેચ્છા

3 પ્રતિનિધિ મંડળની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર (ભારત) અને દુનિયાના સૌથી જૂના લોકતંત્ર (અમેરિકા) સાથે મળીને અનેક સારા કામ કરી શકે છે. તે પછી પ્રતિનિધિ મંડળની મુલાકાત થઇ અને અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ હતી.

4. તેમણે જાહેર કરેલા જોઇન્ટ નિવેદનમાં ડોનાલ્ડ ટ્રંપે મોદીને અને પોતાને સોશ્યલ મીડિયાના વર્લ્ડ લીડર કહ્યા હતા. તેમણે ભારતના લોકોને 70ની સ્વતંત્રતા વર્ષ માટે શુભકામના પાઠવી હતી.

5. ડોનાલ્ડ ટ્રંપે 1 જુલાઇથી દેશમાં લાગુ થનારા જીએસટી માટે પણ લોકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમના કામને વખાણ્યા હતા. એક દેશ, એક ટેક્સ એમ જીએસટી લાગુ કરનાર મોદીને ટ્રંપે એક હિરો તરીકે માન્યા હતા.

આતંકવાદ પર વલણ

આતંકવાદ પર વલણ

6 બન્ને દેશોએ આંતકવાદ સામે લડવા માટે પોતાની પ્રાથમિકતા બતાવી હતી. ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે તે આઇએસઆઇએસ અને ઇસ્લામિક આતંકના મૂળિયાને જૂડમૂળથી નીકાળવા માંગે છે. ત્યાં જ બીજી તરફ પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે ખાલી આંતકવાદ જ નહીં આતંકવાદને પોષનાર સામે પણ લડવું જરૂરી છે. બન્ને દેશોની સેના પ્રયાસ કરશે કે અને મોટી તાકાત બનીને સામે આવશે. આતંકવાદ વિરુદ્ધ બન્ને દેશો એકબીજાને સૂચનાઓનું આદાન પ્રદાન ચાલુ રાખશે.


7.પીએમ મોદીએ આ મીટિંગમાં ટ્રંપને પરિવાર સમેત ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યાંજ ગ્લોબલ એન્ટ્રપ્રેન્યોરશીપ સમિટમાં અમેરિકી ડેલિગેશનને નેતૃત્વ કરવા માટે પીએમ મોદીએ ટ્રંપની દિકરીને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત ટ્રંપની દિકરીના સ્વાગતની રાહ જોઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ટ્રંપની દિકરી આ નિમંત્રણ પહેલા જ સ્વીકારી ચૂકી છે.

પીએમ મોદીએ ટ્રંપ આપી આ ભેટ

પીએમ મોદીએ ટ્રંપ આપી આ ભેટ

8. ડોનાલ્ડ ટ્રંપ આગળ આવીને રોજગાર મામલે વાત કરી અને કહ્યું કે અમેરિકા નોકરીઓની તક વિકસાવી રહ્યા છે. અને તે સાથે જ તે સાફ પણે કહ્યું કે તે નથી માનતા કે ભારતીયોના કારણે અમેરિકી લોકોની નોકરીઓ જઇ રહી છે ઉલ્ટું ભારતીયોના કારણે અમેરિકી લોકોને નોકરીઓ મળી રહી છે.

9. ક્ષેત્રીય મામલે પણ અનેક ચર્ચા થઇ. બન્ને દેશોએ અફધાનિસ્તાનમાં શાંતિ લાવવા અંગે ભાર મૂક્યા અને બન્ને આ મામલે પ્રાથમિકતા દર્શાવી અને પરસ્પર સહકાર અંગે જણાવ્યું.

10. પીએમ મોદીની મુલાકાત પૂર્ણ થાય તે પહેલા ડોનાલ્ડ ટ્રંપને લિંકનના મૂળ સ્મારકની ડાક ટિકટ ભેટમાં આપી અને તેમની પત્નીને જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બનેલી શાલ ગીફ્ટમાં આપી.

English summary
10 Main points of Narendra Modi and Donald trump meeting in America. Read here in details.
Please Wait while comments are loading...