For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''I am Malala'' આત્મકથા માટે મલાલાને મળશે 30 લાખ ડોલર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

malala
લંડન, 28 માર્ચ: પાકિસ્તાનની મલાલા યુસુફઝઇએ પોતાના સંસ્મરણના પ્રકાશન માટે ત્રીસ લાખ ડોલરનો કરાર કર્યો છે. મલાલા યુસુફઝઇને પાકિસ્તાનમાં તાલિબાની ફરમાન વિરૂદ્ધ છોકરીઓની શિક્ષાની વકીલાત કરવા માટે જાણીતી છે. જેના લીધે તે તાલિબાનીઓના હુમલાની શિકાર બની હતી.

બ્રિટેનના ગાર્ડિયન સમાચારપત્રના અહેવાલ અનુસાર તાલિબાનીઓની ગોળીનો શિકાર બનેલી 15 વર્ષીય પાકિસ્તાની વિદ્યાર્થીના જીવનની કહાની ટૂંક સમયમાં આ વર્ષે પ્રકાશિત થશે. તેના માટે 30 લાખ ડોલરનો કરાર કરવામાં આવ્યો છે. સમાચાર પત્રના જણાવ્યા અનુસાર 'આઇ એમ મલાલા' ના નામથી આ પુસ્તકનું પ્રકાશન બ્રિટેન અને રાષ્ટ્રમંડળ દેશોમાં વેડેનફેલ્ડ એન્ડ નિકોલસ દ્રારા અને શેષ વિશ્વમાં લિટન, બ્રાઉન દ્રારા કરવામાં આવશે. આમાં એમ પણ કહેવામાં આવ્યું છે જે પ્રકાશકના પ્રવક્તાએ પ્રકાશન કરારની રકમ વિશે હજુ સુધી પુષ્ટિ કરી નથી.

મલાલા યુસુફઝઇએ કહ્યું હતું કે હું મારી કહાની બતાવવા માંગું છું પરંતુ અ 6.1 કરોડ વધુ એવા બાળકોની કહાની હશે જે શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી. હું દરેક છોકરો કે છોકરીને સ્કૂલે જવા માટે તેના અધિકારને લઇને અભિયાનનો ભાગ બનવા માંગું છું. આ તેમનો મૌલિક અધિકાર છે. મલાલા યુસુફઝઇએ કહ્યું હતું કે મને આશા છે કે આ પુસ્તક વિશ્વના દરેક ખુણામાં લોકો સુધી પહોંચશે અને તેમને એ અહેસાસ થશે કે કેટલાક બાળકો માટે શિક્ષણ પ્રાપ્ત કરવું કેટલું મુશ્કેલ હોય છે.

English summary
Malala Yousafzai, the Pakistani schoolgirl shot in the head at point-blank range by Taliban for advocating girls’ education, has become a millionaire by signing a deal for around $3 million to publish her memoir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X