For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karnataka Hijab Controversy : મલાલાએ કહ્યું - આ મામલે સરકારે દખલ કરવી જોઇએ

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કાર્યકર્તા મલાલા યુસુફઝાઈએ કર્ણાટકની કેટલીક શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરેલી મહિલા વિદ્યાર્થીઓની આડબંધ પર ચિંતા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

Karnataka Hijab Controversy : નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કાર્યકર્તા મલાલા યુસુફઝાઈએ કર્ણાટકની કેટલીક શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરેલી મહિલા વિદ્યાર્થીઓની આડબંધ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને કહ્યું છે કે, આ રીતે હિજાબ અથવા અભ્યાસમાંથી કોઈ એક પસંદ કરવાનું કહેવામાં આવે તે ભયાનક છે. મલાલાએ આ અંગે ભારત સરકાર અને રાજનેતાઓના હસ્તક્ષેપની પણ માંગણી કરી છે. આ મામલે આજે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.

છોકરીઓને હિજાબ પહેરીને શાળાએ જવાની મનાઈ છે તે ભયાનક

છોકરીઓને હિજાબ પહેરીને શાળાએ જવાની મનાઈ છે તે ભયાનક

કર્ણાટક હિજાબ વિવાદ સાથે જોડાયેલી એક સ્ટોરી ટ્વિટર પર શેર કરતા મલાલાએ લખ્યું કે, ગર્લ સ્ટુડન્ટ્સ કહી રહી છે કે, કોલેજ અમને અભ્યાસ અને હિજાબ વચ્ચેપસંદગી કરવા માટે મજબૂર કરી રહી છે.

છોકરીઓને હિજાબ પહેરીને શાળાએ જવાની મનાઈ છે તે ભયાનક છે. મહિલાઓને ઘણીવાર કપડાને લઈને સમસ્યાનો સામનોકરવો પડે છે. ભારતના નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું રોકવા આગળ આવવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 25 વર્ષની મલાલા યુસુફઝાઈપાકિસ્તાનના સ્વાતથી આવે છે. તેણીને 2012 માં તાલિબાન લડવૈયાઓએ છોકરીઓના શિક્ષણ માટે લખવા બદલ ગોળી મારી હતી. જે બાદ તે ઈંગ્લેન્ડમાં રહે છે.

શું છે આ કર્ણાટક વિવાદ

શું છે આ કર્ણાટક વિવાદ

કર્ણાટકના ઉડુપી અને કેટલાક અન્ય શહેરોમાં, વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા માટે ક્લાસમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બાદ વિદ્યાર્થિનીઓ ઘણી જગ્યાએપ્રદર્શન કરી ચુકી છે. તેના પર ભગવા ખેસ પહેરાવીને જય શ્રી રામના નારા લગાવતા ટોળાએ આ વિદ્યાર્થીનીઓને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે આમામલો કર્ણાટકમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચામાં છે. ખાસ કરીને મંગળવારે એક વિદ્યાર્થીનીનો વીડિયો સામે આવ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં હિજાબ પહેરેલીએક છોકરી સ્કૂલ પરિસરમાં સેંકડો છોકરાઓની ભીડ દ્વારા સૂત્રોચ્ચાર કરતી જોવા મળે છે. આ વીડિયો પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે.

કોર્ટ બુધવારના રોજ ફરીથી સુનાવણી કરશે

કોર્ટ બુધવારના રોજ ફરીથી સુનાવણી કરશે

ઉડુપીની વિદ્યાર્થીની રેશ્માએ પણ આ મામલે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં તેણે હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી માગી છે. કોર્ટ આ અંગેસુનાવણી કરી રહી છે. મંગળવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી છે, કોર્ટ બુધવારના રોજ ફરીથી સુનાવણી કરશે.

English summary
Malala spoks on Karnataka hijab controversy, government should intervene in this matter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X