Malaysia Helicopter Crash: ટ્રેનિંગ દરમિયાન ટકરાયા બે હેલિકોપ્ટર, જુઓ વીડિયો

Malaysia Helicopter Crash: મલેશિયામાં નેવલ બેઝ પાસે એક મોટો અકસ્માત સર્જાયો છે. તાલીમ દરમિયાન નેવીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 10 લોકોનાં મોત થયાં હતા.

મલેશિયન નેવી પાસે બે હેલિકોપ્ટરની ટક્કરથી આ દુર્ઘટના થઈ હતી. મલેશિયામાં લુમુત નેવલ બેઝ પાસે નૌકાદળની કવાયત ચાલી રહી હતી.

નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મંગળવારના રોજ રોયલ મલેશિયન નેવી પરેડ માટે રિહર્સલ દરમિયાન બે હેલિકોપ્ટર હવામાં અથડાયા હતા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા હતા.

Malaysia Helicopter Crash

નેવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ક્રૂના 10 સભ્યો હાજર હતા. પશ્ચિમી રાજ્ય પેરાકમાં લુમુત નેવલ બેઝ પર મંગળવારે સવારે 9.32 કલાકે હેલિકોપ્ટર અથડાયા હતા.

નૌકાદળે જણાવ્યું હતું કે, 10 ક્રૂ સભ્યોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓને ઓળખ માટે લુમુત આર્મી બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X