દેવાળિયું થવાના આરે, ભારત પાસે શું માંગવા આવે છે માલદીવના રાષ્ટ્રપતિ?
Maldives President India Visit: પ્રવાસન માટે એક સમયનું હોટ ફેવરીટ ડેસ્ટિનેશન્સમાં માલદીવનું નામ મોખરે હતું. ભારતીય પ્રવાસીઓ વિદેશ ફરવા માટે માલદીવ્સ વેકેશન માણવા જતા હતા. જે બાદ ભારતીય પ્રવાસીઓ દ્વારા માલદીવ્સનો બહિસ્કાર કરવામાં આવ્યો હતો. જે કારણે માલદીવની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી.
માલદીવના રાષ્ટ્ર પતિ મોહમ્મદ મુઈજ્જુ આજે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત ભારત માલદીવના સંબંધો સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, માલદીવના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતનો મુખ્ય હેતુ બેલઆઉટ પેકેજ મેળવવાનો છે, જેથી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર પાછી લાવી શકાય. કારણ કે, દેશની ખરીદ શક્તિમાં હવે માત્ર 45 દિવસ જ બચ્યા છે.
મોહમ્મદ મુઈઝુની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે દ્વીપસમૂહ રાષ્ટ્રીય દેવા પર ડિફોલ્ટ થવા તરફ આગળ વધી રહ્યો છે, અને એવો ભય છે કે, જો ભારત તરફથી બેલઆઉટ પેકેજ નહીં મળે, તો તે ડિફોલ્ટ થઈ શકે છે અને આર્થિક સંકટમાં ફસાઈ શકે છે.
ગયા વર્ષે માલદીવમાં સત્તામાં આવ્યા બાદ મુઇઝુની આ પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત છે.

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ મુઈઝુએ ઈન્ડિયા આઉટના નારા સાથે તેમનું ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું, અને તેમની જીત પછી, તેમણે અને તેમના મંત્રીઓએ ભારત અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઘણા વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા, જેણે બંને દેશોના સંબંધોને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું.
સત્તામાં આવ્યા બાદ તેમણે માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોને હાંકી કાઢ્યા હતું, પરંતુ ધીમે ધીમે તેમને ભારતની શક્તિનો અહેસાસ થયો અને તેમણે આ વર્ષે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીની મુલાકાત સહિત સંબંધો સુધારવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું હતું.
ડિફોલ્ટના જોખમમાં છે માલદીવ - માલદીવની નાણાકીય સમસ્યાઓએ પણ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું છે. ગયા મહિને, મૂડીઝે દેશનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું, તેના ડિફોલ્ટનું જોખમ ઘટાડ્યું. દેશનું જાહેર દેવું વધીને લગભગ 8 બિલિયન ડોલર થઈ ગયું છે, જેમાં ચીન અને ભારત બંનેને નોંધપાત્ર લોનનો સમાવેશ થાય છે.
મોહમ્મદ મુઈઝુના દાવા છતાં કે ચીને દેવાની ચૂકવણી પાંચ વર્ષ માટે મુલતવી રાખવા સંમતિ આપી છે, બેઈજિંગે હજુ સુધી માલદીવ માટે નક્કર નાણાકીય સહાયની જાહેરાત કરી નથી, જે મોહમ્મદ મુઈઝુની મુશ્કેલીઓમાં વધારો કરે છે.
મોહમ્મદ મુઇઝુ ચીનથી થોડો નિરાશ હોવાનું માનવામાં આવે છે, અને દેશના વિદેશી હૂંડિયામણના ભંડારને ફરી ભરવા માટે 400 મિલિયન કરન્સી સ્વેપ ડીલ સહિત નાણાકીય બેલઆઉટ મેળવવાનું વિચારી શકે છે, જે તેમના માટે ટોચની પ્રાથમિકતા છે.
માલદીવના એક વરિષ્ઠ સંપાદકે નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે, મુઇઝ્ઝુની મુલાકાતની મુખ્ય પ્રાથમિકતા ગ્રાન્ટ સહાય અને દેવાની ચુકવણીના પુનર્ગઠન સ્વરૂપે નાણાકીય હેલ્પલાઇન્સ સુરક્ષિત કરવાની છે. માલદીવના ગંભીર આર્થિક પડકારોના ઉકેલની શોધમાં આ મુલાકાતની મહત્વની પ્રકૃતિ તરફ નિર્દેશ કરે છે.












Click it and Unblock the Notifications
