વોટિંગ કરવા ગયા'તા ઓબામા, યુવતીની માંગી લીધી પપ્પી!
શિકાગો, 22 ઓક્ટોબર: સોમવારે શિકાગોમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે લાઇનમાં ઊભેલી એક મહિલાને ત્યારે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું જ્યારે તેના બોયફ્રેન્ડે ઓબામાને કહ્યું -'મિસ્ટર પ્રેસિડેન્ડ, પ્લીઝ મારી ગર્લફ્રેન્ડને અડતા નહીં.'
ઓબામાએ સોમવારે શિકાગોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સીએનએનની ખબર અનુસાર તેમની પાછળ એયા કૂપર ઊભી હતી, અને સાથે તેનો બોયફ્રેન્ડ માઇક પણ લાઇનમાં ઊભો હતો. જોન્સે ઓબામાને મજાક કરવાની કોશિશમાં આવું કહ્યું હતું. આના જવાબમાં ઓબામાએ કહ્યું-'હકિકતમાં, હું આવું કંઇ વિચારી પણ ન્હોતો રહ્યો.'

જોકે, રાષ્ટ્રપતિ ઓબામાએ આ વાતને હળવાશમાં લીધી. કૂપર અનુસાર તેમણે જણાવ્યું કે હવે તમારી પાસે તમારા મિત્રોને સંભળાવવાનો એક કિસ્સો છે, તું કહેજે કે જુઓ માઇક કેટલો મોટો મૂર્ખ છે.
મતદાન કર્યા બાદ ઓબામાએ કૂપરને હગ કર્યું અને માઇકને ખીજવતા કહ્યું-'માઇક, બસ એક કિસ...ગાલ પર. સાચે જ, બસ ગાલ પર...'












Click it and Unblock the Notifications
