For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી મનમોહન સિંહને સપ્ટેમ્બરમાં મળશે બરાક ઓબામા

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 21 ઑગસ્ટ : પ્રધાનમંત્રી મનમોહન સિંહ આવતા મહિને વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરશે અને બંને નેતા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો તથા રક્ષા સહયોગને વધુ વેગીલી બનાવવા માટેની રૂપરેખા તૈયાર કરશે. મનમોહનસિંહ 27 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસ પહોંચશે.

પ્રધાનમંત્રીની યાત્રાની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે દ્વિપક્ષીય સંબંધ સુધારવાની ભારત અને પાકિસ્તાનના પ્રયત્નો પર નિયંત્રણ રેખા પર ઉત્પન્ન તણાવની છાયા વર્તાઇ રહી છે.

barack singh
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનને પ્રધાનમંત્રીની યાત્રા સંબંધી નિરિક્ષણ અંતિમ રૂપ આપવા માટે ગઇકાલે પોતાની અમેરિકન સમકક્ષ સુજૈન રાઇસ અને રક્ષામંત્રી ચક હેગલ સાથે મુલાકાત કરી.

બેઠક બાદ રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા કેટલિન હેડને જણાવ્યું, બંને નેતાઓની આ મુલાકાત પ્રધાનમંત્રી મનમોહન સિંહના વર્ષ 2009માં થયેલા વોશિંગ્ટન પ્રવાસ તથા રાષ્ટ્રપતિ ઓબામાના વર્ષ 2010ના ભારત પ્રવાસ બાદ થઇ રહી છે. આ મુલાકાત દ્વારા ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતાના ક્ષેત્રમાં ભારતની ભૂમિકા રેખાંકિત કરવામાં આવશે, તેમજ બંને નેતાઓ અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપાર, રોકાણ અને વિકાસ સહયોગને આગળ ધપાવવાની રૂપરેખાને તૈયાર કરવામાં આવશે.

English summary
PM Manmohan Singh will meet American president Barack Obama next month in white house. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X