For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનઃ કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં આગ લાગતા 65 લોકોના મોત, 15 ઘાયલ

પાકિસ્તાનમાં આજે એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. અહીંની કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં આજે એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. અહીંની કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી ગઈ છે. મૃતકોની સંખ્યા વધીને 65 સુધી પહોંચી ગયો છે અને 15 લોકો ઘાયલ થઈ ગયા છે. ઘટના રહીમ યાર ખાન શહર પાસે સ્થિત લિયાકતપુર શહેરની જણાવવામાં આવી રહી છે.

pak fire

આમાં મૃતકોનો આંકડો વધતો જઈ રહ્યો છે. રૉયટર્સના રિપોર્ટ મુજબ આગ લાગવાથી ટ્રેનની ત્રણ બોગીઓ બહુ ખરાબ રીતે બળી ગઈ છે. પંજાબ પ્રાંતમાં આ દૂર્ઘટનાની પાછળનુ કારણ ગેસ સિલિન્ડર ફાટવાનુ ગણવામાં આવી રહ્યુ છે. જેનો જમવાનુ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે ગેસ સિલિન્ડર એ સમયે ફાટી ગયો જ્યારે મુસાફરો તેના પર જમવાનુ બનાવી રહ્યા હતા. જિલ્લા પોલિસ અધિક્ષક તૈમૂર ખાને કહ્યુ કે મોતનો આંકડો વધી રહ્યો છે. આ બાબતે પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશિદ અહમદે કહ્યુ, 'રસોઈ કરવાના બે સ્ટવમાં ધમાકો થઈ ગયો. એ લોકો જમવાનુ બનાવી રહ્યા હતા. તેમની પાસે જમવાનુ બનાવવા માટે તેલ હતુ જેનાથી ઈંધણમાં આગ લાગી ગઈ. મોટાભાગના મોત એ વખતે થયા જ્યારે લોકો આગથી પોતાને બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવા લાગ્યા.'

જિલ્લા રાહત સેવાના અધ્યક્ષ બાકિર હુસેનનુ કહેવુ છે કે મોતનો આંકડો વધી શકે છે. ઘાયલોનો આંકડો 13માંથી 15 થઈ ગયો છે. આ સામાન્ય મુશ્કેલી છે કે લોકો પ્રવાસ દરમિયાન જમવાનુ બનાવવા માટે ટ્રેનમાં જ સ્ટવ લઈને જતા રહે છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનનુ રેલવે નેટવર્ક એવુ છે જે હાલના દશકોમાં ઓછા રોકાણ અને ખરાબ જાળવણીના કારણે બરબાદ થતુ જઈ રહ્યુ છે. આ પહેલા જુલાઈમાં એક દૂર્ઘટનામાં 11 લોકોના મોત થઈ ગયા હતા ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં એક અન્ય દૂર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા થઈ ગયા. વર્ષ 2005માં સિંધ પ્રાંતમાં એક અન્ય સ્ટેશન પર ટ્રેનની ટક્કરના કારણે 130 લોકોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચોઃ લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ તરીકે આરકે માથુરે શપથ લીધાઆ પણ વાંચોઃ લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ તરીકે આરકે માથુરે શપથ લીધા

English summary
ten killed and thirteen injured in fire in Karachi-Rawalpindi Tezgam express train in pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X