• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Marburg Virus: કોરોનાની જેમ ફેલાતો 'મારબર્ગ' વાયરસ કેટલો ખતરનાર છે?

By Desk
|
Google Oneindia Gujarati News

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ગિનીમાં મારબર્ગ વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે. પશ્ચિમ આફ્રિકામાં નોંધાયેલ આ પહેલો કેસ છે, જે જીવલેણ વાયરસ ઇબોલા સાથે સંબંધિત છે. કોવિડની જેમ, આ વાયરસ પણ પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવ્યો છે. ચામાચીડિયાથી મનુષ્યો સુધી પહોંચેલો આ વાયરસ એટલો જીવલેણ છે કે તેનાથી થતા રોગનો મૃત્યુદર 88 ટકા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) એ માહિતી આપતા કહ્યું કે 2 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુકેડોઉ પ્રાંતમાં દર્દીના મૃત્યુના નમૂનામાં તેની પુષ્ટિ થઈ હતી. ડબ્લ્યુએચઓના આફ્રિકાના પ્રાદેશિક નિયામક ડો. મતિશિદિસો મોઅતી કહે છે કે મારબર્ગ વાયરસ ફેલાવાની સંભાવના એટલી વધારે છે કે તેને શરૂઆતમાં જ રોકવી પડશે. ડબ્લ્યુએચઓએ ગિનીમાં ઇબોલાની બીજી લહેરને સમાપ્ત કરવાની જાહેરાત કર્યાના બે મહિના પછી જ આ સમાચાર આવ્યા. ઈબોલાની આ લહેર ગયા વર્ષે શરૂ થઈ હતી અને તેમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જિનેવામાં WHO એ કહ્યું કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે તે આ ખૂબ જ ચિંતાનો વિષય છે, જોકે વૈશ્વિક સ્તરે તેનો ખતરો હજુ ઓછો છે.

મારબર્ગની ઉત્પતિ અને ઇતિહાસ

મારબર્ગની ઉત્પતિ અને ઇતિહાસ

જર્મની અને યુગોસ્લાવિયા એવા દેશો છે જ્યાં આ વાયરસ પ્રથમ વખત ફેલાયો હતો, જ્યારે સંક્રમિત વાંદરાઓને અહીં લાવવામાં આવ્યા હતા. 31 દર્દીઓમાં મૃત્યુ દર 23 ટકા હતો. આ પછી, 2005 માં અંગોલોમાં આ મહામારી ફેલાઈ. જ્યાં 252 લોકો આ રોગની પકડમાં આવ્યા હતા અને તે દરમિયાન મૃત્યુ દર 90 ટકા હતો. આ મહામારી બાળકોના વોર્ડમાં સંક્રમિત ટ્રાન્સફ્યુઝન સાધનોનો ફરીથી ઉપયોગ કરવાથી ફેલાયો હતો. ઇબોલામાં અંતિમવિધિ દરમિયાન મૃતદેહોમાંથી પણ સંક્રમણ થઈ શકે છે. આ ઉપરાંત જાતીય સબંધ દરમિયાન પણ તે ફેલાય છે. ફોર્બ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, 2009 માં યુગાન્ડામાં બે પ્રવાસીઓને આ વાયરસનો ચેપ લાગ્યો હોવાની જાણ થઈ હતી, તે અહીં ગુફાઓમાં ફરવા આવ્યા હતા. આમાંની એક ડચ મહિલા હતી. જેનું ચામાચીડિયા દ્વારા હુમલો થતા મૃત્યુ થયું હતું. બીજી મહિલા કોલોરાડોની હતી, તેને તાવ આવ્યા બાદ યુગાન્ડાથી પરત ફરતા સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. શરૂઆતમાં તેને કોઈપણ પ્રકારની ગંભીરતા ન લીધી પરંતુ તેને ડચ મહિલા વિશે ખબર પડતા તેને ફરીથી તપાસ કરાવી હતી. તપાસમાં આ બંને મહિલાઓ એક જ ગુફામાં ગઈ હતી અને તેનાથી મારબર્ગ હોવાની પુષ્ટિ થઈ હતી.

આ વાયરસ કેવી રીતે ફેલાય છે?

આ વાયરસ કેવી રીતે ફેલાય છે?

મારબર્ગ વાયરસ મુખ્યત્વે ગુફાઓ અને ખાણોમાં રહેણાંક વસાહતો બનાવ્યા બાદ ચામાચીડીયાના બહાર નીકળવા સાથે સબંધ ધરાવે છે. ડબ્લ્યુએચઓ મુજબ, એકવાર તે મનુષ્યમાં આવી જાય પછી, તે શારીરિક સંપર્ક, શરીરના પ્રવાહી પ્રવાહી અને સંક્રમિત વ્યક્તિની વસ્તુઓ દ્વારા ફેલાવાનું શરૂ કરે છે. 1967 થી, મારબર્ગ મોટા પાયે 12 વખત ફેલાયો છે. આ રોગ મોટે ભાગે દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં ફેલાયો છે. મારબર્ગના બંને કેસ તેમજ ઇબોલાના કેસ ગિનીના ગ્વાઇડો જિલ્લામાં મળી આવ્યા હતા. આ જિલ્લો લાઇબેરિયા અને આઇવરી કોસ્ટની સરહદ પર આવેલો છે. 2014-2016માં0 ઇબોલાના કેસ ઇતિહાસમાં સૌથી મોટા સ્તરે જોવા મળ્યા હતા. આ કેસ દક્ષિણ-પૂર્વ ગિનીના જંગલ વિસ્તારોમાં પણ જોવા મળ્યા હતા.

વાયરસના લક્ષણો કેવા છે?

વાયરસના લક્ષણો કેવા છે?

આ વાયરસના લક્ષણોમાં માથાનો દુખાવો, લોહીની ઉલટી થવી, સ્નાયુઓમાં દુખાવો અને શરીરના વિવિધ છિદ્રોમાંથી રક્તસ્ત્રાવનો સમાવેશ થાય છે. ઘણા દર્દીઓમાં સાત દિવસમાં ગંભીર રક્તસ્રાવ જોવામ મળે છે. છેલ્લે ફેલાયો ત્યારે મૃત્યુ દર 24 થી 88 ટકા હતો, આ વાયરસની સ્ટ્રેન અને કેસને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે.

કેવી રીતે સારવાર થાય છે?

કેવી રીતે સારવાર થાય છે?

જેમ ઇબોલા માટે કોઈ અસરકારક એન્ટિવાયરલ અથવા રસી નથી, તેવી જ રીતે મારબર્ગની પણ કોઈ સારવાર નથી. ફક્ત હોસ્પિટલમાં થતી સારવરા, જેમાં દર્દીને સંતુલન, ઓક્સિજનનું સ્તર અને બ્લડ પ્રેશરનું નિરીક્ષણ, ગંઠાઇ જવા અને રક્તસ્રાવ માટે ટ્રાન્સફ્યુઝન અને ચેપ સાથે સંકળાયેલી મુશ્કેલીઓની સારવાર થઈ શકે છે. આ કેસમાં સારા સમાચાર એ છે કે મારબર્ગના ઇતિહાસ પર નજર કરીએ તો તે ઇબોલા કરતા ઘણા નાના પાયે અને મર્યાદિત સ્તરે જ ફેલાયો છે.

English summary
Marburg Virus: How dangerous is the 'Marburg' virus that spreads like a corona?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X