For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! મરઘામાંથી ફેલાતો વાયરસ અડધી દુનિયાને તબાહ કરી શકે

OMG! મરઘામાંથી ફેલાતો વાયરસ અડધી દુનિયાને તબાહ કરી શકે

|
Google Oneindia Gujarati News

વૈજ્ઞાનિકોએ આપેલી ચેતવણી મુજબ કોરોના વાયરસથી પણ વધુ ખતરનાક મહામારીન ખતરો દુનિયા પર મંડરાઈ રહ્યો છે. ડૉ મિશેલ ગ્રેગર (Michael Gregor)એ ચેતવણી આપતા કહ્યું કે Chicken Farms (મરઘાં ઉછેર કેન્દ્રો)માંથી ફેલાતા વાયરસ અડધી દુનિયાને તબાહ કરી શકે છે. તેમણે કહ્યું કે માણસ માટે મરઘામાંથી ફેલાતો વાયરસ કોરોનાથી વધુ ખતરનાક હોય છે.

virus

પોતાના પુસ્તક 'How To Survive A Pandemic'માં ગ્રેગરે લખ્યું કે, માંસ ખાવાની આપણી પરાધીનતા આખા વિશ્વને ફરી એક રોગચાળા તરફ ધકેલી શકે છે. 1920ના સ્પેનિસ ફ્લુ અને 1997માં હોંગકોંગમાં ફેલાયેલ H5N1 વાયરસનો ઉલ્લેખ કરતાં ડૉ ગ્રેગરે કહ્યું કે વિશ્વની આગામી મહામારી ચીકન ફાર્મમાંથી આવી શકે છે.

તેઓ મરઘાં ઉછેર કેન્દ્રોથી બની શકે તેટલા દૂર જવા માગે છે કેમ કે તેમણે સમજાવ્યું તે પ્રમાણે અહીંથી જર્મ્સ ફેલાવાને પરફેક્ટ વાતાવરણ મળી જાય છે. તેમણે કહ્યું કે, જેમ વધુ પ્રાણીઓ એકસાથે ભરાઈ રહે ત્યાં વાયરસ ઉદ્ભવવાનો ખતરો પણ વધી જતો હોય અને ચીકનના ફેફસામાં આવા વાયરસ છૂપાયેલા હોય શકે છે. ગ્રેગર ઈચ્છે છે કે લોકો આવા લાર્જ સ્કેલના ખેતરથી સ્મોલ ફ્રી રેન્જના ફાર્મ તરફ વળે.

કોરોના વાયરસને કારણે તબાહી

કોરોના વાયરસને પગલે વિશ્વભરમાં તબાહી મચી જવા પામી છે. લોકો જેટલા સ્વાસ્થ્યના રીતે અસરગ્રસ્ત થયા છે તેનાથી ક્યાંય વધારે આર્થિક રીતે અસરગ્રસ્ત થયા છે. હજારો લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, સેંકડો ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને કેટલાય બંધ થવાને આરે છે. તમામ દેશનાં અર્થતંત્ર ખાડે બેસી ગયાં છે. વિશ્વભરમાં 60 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે જેનાથી અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે.

ભારતને G7માં સામેલ કરવાના પ્લાન પર ચીન ગુસ્સે ભરાયું, કહ્યું- અમારી વિરુદ્ધની ઘેરાબંધી અસફળ રહેશેભારતને G7માં સામેલ કરવાના પ્લાન પર ચીન ગુસ્સે ભરાયું, કહ્યું- અમારી વિરુદ્ધની ઘેરાબંધી અસફળ રહેશે

English summary
mass chicken farming could lead to a pandemic deadlier than COVID-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X