For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેલિફોર્નિયા થયું ફાયરિંગ 14 લોકોની મોત 17 ઇજાગ્રસ્ત

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાજ્ય કૈલિફોર્નિયાના સૈન બર્નારડિનોમાં થયેલા ફાયરિંગમાં 14 લોકોની મોત થઇ છે અને 17 ઇજાગ્રસ્ત.પોલિસ અધિકારીઓ જણાવ્યા મુજબ જવાબી કાર્યવાહીમાં બે સંદિગ્ધ હુમલાખોરાને મારી નાંખવામાં આવ્યા છે. જ્યારે એક પોલિસ કસ્ટડીમાં છે. હમલાવરોમાં એક પુરુષ અને એક મહિલા પણ સામેલ છે.

સૈન બર્નારડિનોના પોલિસ પ્રમુખના જણાવ્યા મુજબ વિકલાંગ લોકોનો એક કાર્યક્રમ સામાજીક સેવા કેન્દ્રમાં ચાલી રહ્યો હતો ત્યાં અચાનક જ ગોળીબારી થઇ હતી. પોલિસને બિલ્ડિંગમાં એક સંદેહાસ્પદ બેગ પણ મળી છે. પોલિસ વિસ્ફોટની પણ આશંકા સેવી રહ્યું છે. જો કે બેગના મળ્યા બાદ ઇમારતને ખાલી કરવવામાં આવી છે.

gun shot

કેલિફોર્નિયાના પોલિસ પ્રમુખના કહેવા મુજબ હુમલાખોરોએ સૈનિકોના કપડા પહેર્યા હતા અને ભારે હથિયારોથી લેસ હતા. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ લોકોએ બચવા માટે કરીને પોતાને રૂમમાં બંધ કરી દીધા હતા. એફબીઆઇ તેને આતંકી હુમલો ગણાવી રહી છે પણ તપાસ ચાલુ હોવા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ ધટના પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકામાં ગોલીબારીનું એક પેટર્ન છે. તેવું દુનિયામાં બીજી ક્યાંય નથી થતું. આપણે આવી ધટનાઓ રોકી તો નથી શકતા પણ આવી ધટનાઓ ના થાય તે માટે પગલા તો લઇ જ શકીએ છીએ.

English summary
Firing kills 14 people in California US, 17 others are injured. Two suspect are dead while one is in police custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X