For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid 2020 KE4, જાણો કેટલો ખતરનાક છે

પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid 2020 KE4, જાણો કેટલો ખતરનાક છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિશાળ એસ્ટરોઇડ (Asteroid 2020 KE4) બુધવારે પૃથ્વીથી 0.01966 એસ્ટ્રોનોમિકલ યૂનિટ અથવા 1.8 મિલિયન માઈલ (2896819.2 કિમી) દૂરથી પસાર થઈ રહ્યો છે. જો કે વૈજ્ઞાનિકોએ ભાર આપતા કહ્યું કે પૃથ્વી પર આનાથી કોઈ ખતરો નથી. આવા પ્રકારના એસ્ટ્રોઇડ લોકોમાં ડરનો માહોલ પેદા કરી દેતા હોય છે. અગાઉ એપ્રિલમાં પૃથ્વી પરથી પસાર થયેલ 1998 OR2 એસ્ટ્રોઇડ પણ તબાહી સર્જે તેવો Space Rock (એસ્ટ્રોઇડ) હતો જો કે તે આપણી પૃથ્વીથી 6.3 મિલિયન કિલોમીટર દૂરથી જ પસાર થઈ ગયો હતો.

171 ફીટ લાંબો એસ્ટ્રોઇડ

171 ફીટ લાંબો એસ્ટ્રોઇડ

નાસાના CNEOS (સેન્ટર ફૉર નિયર અર્થ ઓબજેક્ટ સ્ટડીઝ) મુજબ 171 ફીટ લાંબો એસ્ટ્રોઇડ 20 હજાર માઇલ પ્રતિ કલાકની ગતિએ પૃથ્વી તરફ ધસી આવી રહ્યો છે. જો કે એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ટકરાય તેવો કોઈ ખતરો નથી, વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વીની કક્ષામાં પ્રવેશે તે પહેલા જ એસ્ટ્રોઇડ બળીને ખાક થઈ જશે.

આ ચાર એસ્ટ્રોઇડ પર NASAની નજર

આ ચાર એસ્ટ્રોઇડ પર NASAની નજર

2020 KK7, 2020 KD4, 2020 KF અને KJ1 નામના આ એસ્ટ્રોઇડ પર પણ નાસાની નજર છે. એક્સપર્ટ્સના અનુમાન મુજબ 2020 KK7 કુલ 108 ફીટ પહોડો છે જે ધરતીથી 3 લાખ માઈલ નજીક સુધી આવી શકે છે. જ્યારે 2020 KD4 કુલ 114 ફીટ પહોચો છે જે 25 લાખ માઇલ દૂરથી નીકળશે. જે બાદ 144 ફીટ પહોડો 2020 KF એનાથી પણ વધુ દૂરીથી નીકળશે. સૌથી અંતમાં 104 ફીટ પહોડો 2020 KJI 13 લાખ માઈલ દૂરીથી નીકળશે. આમ તો આ અંતર બહુ મોટું લાગે છે પરંતુ યૂનિવર્સની સરખામણીએ જોવામાં આવે તો તે એટલું વધુ દૂર પણ ના કહેવાય. જો કોઈ તેજ રફ્તાર સપેસ ઓબ્જેક્ટ ધરતીથી 46.5 લખ માઈલથી નજીક આવવાની સંભાવના હોય છે તો તેને સ્પેસ ઓર્ગેનાઈજેશન્સ ખતરનાક માને છે.

આગલા 100 વર્ષ સુધી નાસાની નજર

આગલા 100 વર્ષ સુધી નાસાની નજર

નાસાની Sentry સિસ્ટમ પહેલેથી જ આવા ખતરાઓ પર નજર રાખે છે. જેમાં આવતા 100 વર્ષ માટે હાલ 22 એવા એસ્ટ્રોઇડ છે જે પૃથ્વી સાથે ટકરાઇ શકે તેવી સંભાવના છે. આ યાદીમાં સૌથી પહેલો અને સૌથી મોટો એસ્ટ્રોઇડ 29075 (1950 DA) જે 2880 સુધી નહિ આવે. આ એસ્ટ્રોઇડની પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના સૌથી વધુ છે.

ત્રણ સાપોની જોડી કરી રહી છે એકબીજા સાથે મસ્તી, જુઓ Videoત્રણ સાપોની જોડી કરી રહી છે એકબીજા સાથે મસ્તી, જુઓ Video

English summary
Massive Asteroid 2020 KE4 to pass by earth today, here is all you need to know in gujarti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X