મળો દુનિયાના સૌથી ધીમા વિદ્યાર્થીને, 54 વર્ષે ગ્રેજ્યુએશન પુરૂ કર્યુ

આ દુનિયા વિવિધતાઓથી ભરેલી છે. ભૌગૌલિક વિવિધતા સાથે સાથે વિચિત્ર પ્રકારના લોકો પણ જોવા મળે છે. ઘણા એવા લોકો છે કે તેમની કોઈ વિશેષ હરકતને કારણે ચર્ચામાં આવી જાય છે. હાલ એવો જ કિસ્સો સામે આવ્યો છે.

સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થીને પોતાનું ગ્રેજ્યુએશન પુરૂ કરવામાં નિશ્ચિત વર્ષોથી ક્યારેક થોડો વધારે સમય લાગતો હોય છે. તમે ભાગ્યે જ કોઈ એવો કિસ્સો જોયો હશે જ્યારે કોઈએ વર્ષો બાદ પોતાની ગ્રેજ્યુએશન પુરૂ કર્યુ હોય. જો કે હવે હક તો ત્યારે થઈ છે જ્યારે એક વ્યક્તિએ 54 વર્ષ બાદ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી પુરી કરી છે.

worlds slowest student

71 વર્ષના આર્થર રોસે 1969 માં બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટસ માટે એડમિશન લીધુ હતું. દુનિયાના સૌથી ધીમા વિદ્યાર્થી આર્થર રોસે હવે પોતાની ડિગ્રી પુરી કરીને સૌથી લાંબુ ગ્રેજ્યુએશન કરવાનો રેકોર્ડ બનાવી દીધો છે.

આ મુદ્દે વાત કરતા આર્થર રોસે જણાવ્યું કે, તેણે અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન માટે 1969માં યુબીસીમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે જણાવ્યુ કે, હવે તે આટલા વર્ષો પછી તેની ડિગ્રી પૂર્ણ કરવા માટે પ્રેરિત થયા એને ડિગ્રી પુરી કરી.

ડિગ્રી મુદ્દે વાત કરતા આર્થર રોસે જણાવ્યુ કે, યુબીસીમાં તેમના બીજા વર્ષ દરમિયાન તેમને થિયેટરમાં રસ પડ્યો અને તેમણે તેનો મોટાભાગનો સમય થિયેટર વિભાગમાં ફાળવ્યો. તે અભિનેતા બનવા માંગતા હતા.

તેમણે આગળ જણાવ્યુ કે, તે સમયે તે થિયેટરથી ખૂબ પ્રભાવિત હતા. બે વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી UBC છોડી દીધું. ત્યારબાદ તેમણે મોન્ટ્રીયલમાં કેનેડાની પ્રતિષ્ઠિત નેશનલ થિયેટર સ્કૂલમાં ત્રણ વર્ષના કાર્યક્રમમાં પ્રવેશ મેળવ્યો.

જો તે ત્યારબાદ તેમને એક્ટરની લાઈફ અંગે રિસર્ચ કરીને પોતાને તેના માટે અયોગ્ય માન્યા. તેમણે તે પણ છોડ્યુ. હવે વર્ષો બાદ તેમને પોતાની ડિગ્રી પુરી કરીને રેકોર્ડ બનાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X