ફ્રાંસના ચર્ચમાં ચપ્પુ બતાવી લોકોને બનાવ્યા બંધક...
ફ્રાંસના નોરમેંડીમાં આવેલ ચર્ચમાં કેટલાક લોકોને બંધક બનાવાની ખબર આવી છે. આ ખબર મુજબ ચપ્પુ બતાવીને લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. જો કે કેટલાક લોકોને બંધક બનાવવામાં આવ્યા છે તે અંગે હાલ માહિતી પ્રાપ્ત નથી. સ્થાનિક રિપોર્ટરના કહેવા મુજબ ચર્ચનું નામ સેન્ટ એતિને ડૂ રાઉરે છે અને હાલ આ વિસ્તારને પોલિસ અને સેના દ્વારા ધેરવામાં આવ્યું છે.

ફ્રાંસ નેશનલ પોલિસ ફોર્સે ટ્વિટર દ્વારા લોકોને સુરક્ષા ધેરો ન તોડવાની સલાહ આપી છે. અને આ સમગ્ર ધટનાના કોઇ વીડિયો કે ફોટો પણ ન લેવાની ખાસ અપીલ કરી છે. ફ્રાંસના ઇંફો દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ પોલિસે બે હુમલાખોરોને મારી નાખી છે. પણ આ ધટનામાં કોઇ ઇજાગ્રસ્ત થયું છે કે પછી કોઇ જાનહાનિ થઇ છે કે કેમ તે અંગે ખબર હજી નથી આવી.












Click it and Unblock the Notifications
