Meta ની મોટી કાર્યવાહી, 1 કરોડ Facebook એકાઉન્ડ બંધ કરાયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં નકલી અને બનાવટી એકાઉન્ટ્સને લઈને ફરિયાદો વધી રહી છે. આ સ્થિતીમાં મેટા કંપનીએ આવા એકાઉન્ટ્સ સામે કડક પગલાં લીધા છે. કંપનીએ તાજેતરમાં ફેસબુકમાંથી 10 મિલિયનથી વધુ નકલી એકાઉન્ટને દૂર કર્યા છે.
મેટાએ જણાવ્યું છે કે, આ તમામ એકાઉન્ટ્સ ચોક્કસ એક જ નેટવર્કથી સંચાલિત થઈ રહ્યા હતા અને ખોટી માહિતીઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ એકાઉન્ટ્સ વિવિધ ટેકનિક અને ટૂલ્સ દ્વારા ઓટોમેટેડ રીતે બનાવવામાં આવ્યા હતાં, જે ખાસ કરીને યુઝર્સને ભ્રમિત કરવા માટે ડિઝાઇન કરાયા હતાં.

મેટાની સિક્યોરિટી ટીમે તાજેતરમાં એક આંતરિક તપાસ દરમિયાન આ નકલી એકાઉન્ટ્સનો પર્દાફાશ કર્યો હતો. આ નેટવર્ક વિવિધ દેશોમાં ફેલાયેલુ હતુ અને તેમાં કરોડો લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો.
આવા એકાઉન્ટ્સ માત્ર ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ જ નથી કરતા પણ યુઝર્સની ખાનગી માહિતી હાંસલ કરીને ખતરનાક સાબિત થઈ શકે છે. મેટાએ પોતાના યૂઝર્સને આગાહી આપી છે કે તે અજાણ્યા લિંક્સ કે સંદેશનાં જવાબમાં સચેત રહે.
મેટાએ સ્પષ્ટ કર્યું છે કે તે ભવિષ્યમાં પણ નકલી એકાઉન્ટ્સ સામે આવી જ રીતે કડક કાર્યવાહી કરશે. યુઝર્સની સુરક્ષા અને વિશ્વાસ જાળવવા માટે પ્લેટફોર્મ સતત નવા સ્ટેપ્સ લઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
