For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂસમાં ધમાકા સાથે ઉલ્કાપાત, 400 લોકો ઘાયલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Meteor
મોસ્કો, 15 ફેબ્રુઆરી: યૂરાલ પર્વતમાલાની રૂસી ક્ષેત્રમાં શુક્રવારે બપોરે જબરજસ્ત ધમકા સાથે ઉલ્કાપાત થયો હતો. ઇમરજન્સી મંત્રાલયે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ચેલ્યાબિંસ્કના અપેક્ષાકૃત ઓછી વસ્તીવાળા વિસ્તારમાં થયેલા આ ઉલ્કાપાતમાં 400 લોકો ઘાયલ થયા હતા.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા વાદિમ કોલેસનિકોવના અનુસાર ધમાકાથી કાચ તૂટતા ઘાયલ લોકોએ ફોન પર દાક્તરી સહાયતા માંગી હતી. આ પહેલાં સમાચાર પ્રાપ્ત થયાં છે હતા કે આકાશમાં કેટલીક ચમકીલી વસ્તુઓ પડતી જોવા મળી હતી. ઇમરજન્સી મંત્રાલય સેવા અધિકારીઓએ એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં ફક્ત એટલું જ કહ્યું હતું કે તે કોઇ વિમાન ન હતું. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર તેમને ચેલ્યાબિંસ્ક અને સ્વેર્ડલોવ્સ્ક વિસ્તારમાં આકાશમાંથી કેટલીક ચમકદાર સળગતી વસ્તું જોવા મળી હતી.

ચેલ્યાબિંસ્કના એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર તેને શુક્રવારે બપોરે જોરદાર ધમાકો સાંભળ્યો હતો, ત્યારબાદ ટાઉન સેન્ટરની 19 માળની બિલ્ડિંગમાં ધ્રૂજારી અનુભવી હતી. આ વિસ્તારમાં કારોના એલાર્મ અને કાચની તિરાડોનો અવાજ સાંભળવા મળ્યો હતો અને મોબાઇલ ફોન પણ કામ કરતો બંધ થઇ ગયો હતો. ઇમરજન્સી સેવાના અધિકારીએ કહ્યું હતું કે 10 હજાર મીટર (32,8000 ફુટ)ની ઉંચાઇ પર એક વિસ્ફોટ થવાની સૂચના મળી હતી, જે અંગે પુષ્ટિ કરવામાં આવી છે.

<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="1" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /> <div id="vnVideoPlayerContent"></div> <script> var ven_video_key="MTIxMDIwfHwyfHwxfHwxLDEsMQ=="; var ven_width="650"; var ven_height="417"; </script> <script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

English summary
The Ural region of Central Russia was on Friday hit by a meteor shower, causing sharp explosions and reportedly injuring more than 400 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X