For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

MH-17 ત્રાસદી: આભાર મિસ્ટર પુતિન! મારી એકમાત્ર સંતાનની હત્યા માટે

By Kumar Dushyant

Google Oneindia Gujarati News

mh-17
નવી દિલ્હી, 22 જુલાઇ: મલેશિયાઇ એરલાઇન્સના વિમાન એમએચ 17 પર થોડા દિવસો પહેલાં થયેલા મિસાઇલ હુમલામાં હજારો જીંદગીઓ છિનવી લીધી. આ અકસ્માતનો શિકાર 298 લોકોમાંથી એક 17 વર્ષની ઇલ્ઝેમીક પણ હતી. પોતાની એકમાત્ર પુત્રીને ગુમાવી ચૂકેલા ઇલ્ઝેમીકના પિતા ડચ નાગરિક હૈંસ ડી બોર્સ્ટે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, યૂક્રેની અલગાવવાદીઓ અને યૂક્રેની સરકારને વ્યંગ ભરેલા શબ્દોમાં પત્ર લખ્યો છે.

હૈંસે લખ્યું છે કે મારી પુત્રીને મારનારાઓ તમારો આભાર. એમએચ 17 પર થયેલા મિસાઇલ હુમલામાં મૃત્યું પામેલા 298 લોકોમાં 193 નેધરલેંડના હતા. આ પત્રમાં પોતાની પુત્રીને ગુમાવી ચૂકેલા એક પિતાનું દર્દ છે, તો તેની મોતના આરોપીઓ પર આક્રોશ પણ છે.

પત્રમાં લખ્યું છે કે ખૂબ-ખૂબ ધન્યવાદ મિસ્ટર રશિયન પ્રેસિડેન્ટ પુતિન, અલગાવવાદી નેતા અને યૂક્રેની સરકાર. મારી પ્યારી અને એકમાત્ર પુત્રી ઇલ્ઝેમીક ડી બોર્સ્ટની હત્યા કરવા માટે તમારા બધાનો આભાર. તે 17 વર્ષની હતી અને હેગના સ્કુલના ભણતી હતી. તે મારી પૂર્વ પત્ની એટલે તેની માં, ભાઇ અને સાવકા પિતાની સાથે મૈલેસીમાં રજાઓ માણવા જઇ રહી હતી.

આગામી વર્ષ તેના સ્કુલનું અંતિમ વર્ષ હતું. તે પોતાની બેસ્ટ ફ્રેંડ જૂલિયા અને મરીનાની સાથે ખૂબ સારું કરી રહી હતી. ત્યારબાદ તે ડેલ્ફ ટેક્નિકલ યૂનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગતી હતી. પરંતુ અચાનક તે અમારા વચ્ચેથી ચાલી ગઇ. તેને આકાશમાં મારી નાખવામાં આવી. એક અજાણી જગ્યાએ જ્યાં જંગ ચાલી રહી છે. મિસ્ટર પુતિન, અલગાવાદી અને યૂક્રેની સરકાર, તમે બધા તેને અને તમામ યુવા જીંદગીઓને માર્યા બાદ એકદમ ગૌરવાન્વિત અનુભવી રહ્યાં હશો. આશા કરું છું કે કાલે સવારે તમે બધા દર્પણની સામે ઉભા રહીને પોતાને જોઇ શકશે.

Post by Hans de Borst.

English summary
The bereaved father of a 17-year old passenger in the ill-fated MH 17 has written an ironic open letter to the one who brought down the plane.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X