For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પર બૉલીવુડ ગીતો પર થિરક્યા મિશેલ ઓબામા

|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 6 નવેમ્બરઃ અમેરિકાના પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ વ્હાઇટ હાઉસમાં દિવાળીના જશ્નની શરૂઆત કરવા માટે ઇસ્ટ રૂમમાં દિપ પ્રગટાવ્યો. આ પહેલા તેમણે કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે સ્ટેટ ડાઇનિંગ રૂમમાં બૉલીવુડના ગીતો પર ડાન્સ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ભારતીય સમુદાયના સભ્યો અને ભારતીય અમેરિકન અધિકારીઓ તથા ઉપસ્થિત અન્ય અતિથિઓનું સ્વાગત કરતા મંગળવારે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પદ સંભાળ્યા બાદ પ્રત્યેક વર્ષ વ્હાઇટ હાઉસમાં આ તહેવાર મનાવ્યો છે. આમ કરવા પાછળ એક કારણ રહ્યું છે.

તેમણે કહ્યું કે, અમે બપોરે બૉલીવુડના એક ગીત પર નૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો, અને તમે બધા જાણો છો, હું માનું છું કે હું નૃત્ય કરી શકુ છુ. પરંતુ એવો નહીં જેવો તેઓ કરી શકે છે, પરંતુ અમે સારો સમય વિતાવ્યો. આવું પહેલીવાર થઇ રહ્યું છે કે, જ્યારે અમે વ્હાઇટ હાઉસના સ્ટેટરૂમમાં બૉલીવુડ ગીત પર નૃત્ય કર્યું છે.

michelleobama
આ દરમિયાન તેમના ડાન્સ ટ્રેનર નકુલ દવે મહાજને પણ ભાગ લીધો. નકુલ સાથે જ ભારતવંશી ફેશન ડિઝાઇનર નઇમ ખાન હાજર રહ્યાં હતા. તેમણે મિશેલનો ડ્રેસ તૈયાર કર્યો હતો. મિશેલે કહ્યું કે, જ્યારે અમે વ્હાઇટ હાઉસને જનતાનું ઘર બનાવવા માગીએ છીએ, ત્યારે અમારો અર્થ ભધા માટે હોય છે. અમે તમામ સંસ્કૃતિ, પરંપરાને સન્માન આપીએ અને તેને અપનાવવા માગીએ છીએ, આ આપણને બનાવે છે, જે આપણે અમેરિકનો છીએ અને દિવાળી તેમની એક મહત્વપૂર્ણ પરંપરા છે.

તેમણે કહ્યું કે, દિવાળી ચિંતન-મનનનો દિવસ પણ છે. આ એક એવો દિવસ છે, જ્યારે આપણે આપણા સાથી મનુષ્યો, વિશેષકરીને સુવિધાવિહીન લોકો પ્રત્યે પોતાની જવાબદારી અંગે વિચારીએ.

તેમણે વિસ્કોન્સિનના ઓક ક્રીક સ્થિત શીખ ગુરુદ્વારામાં થયેલી ગોળીબારની ઘટનાને યાદ કરતા કહ્યું કે, જ્યારે ક્યારેક આવી અકલ્પનીય હિંસા દેશના દરેક ખુણાને હચમચાવી મુકે છે. આપણે દીપ પ્રગટાવીને ફરીથી અંધાકર પર રોશની અને બુરાઇ પર અચ્છાઇની જીતની પ્રતિજ્ઞા લઇએ છીએ.

મિશેલે કહ્યું કે, મને વ્હાઇટ હાઉસમાં તમારી સાથે શાનદાર તહેવારનો જશ્ન મનાવવાનો ઘણો જ ગર્વ છે અને હું સન્માન અનુભવી રહી છે.

English summary
US First Lady Michelle Obama lit a 'diya' (lamp) in the East room to start White House Diwali celebrations after trying out some Bollywood dance moves with some local students in the State Dining Room.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X