For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Microsoft Lay Off : મંદીમાં માઈક્રોસોફ્ટ, 10 હજાર કર્મચારીઓને છુટા કરવાની તૈયારી

માઇક્રોસોફ્ટ કોર્પે અત્યાર સુધીની સૌથી મોટી છટણીની તૈયારી કરી છે અને 10 હજાર કર્મચારીઓને છુટા કરવા જઈ રહી છે. કંપની સતત નુકસાન બાદ આ મોટું પગલું ભરવા જઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલ દુનિયાભરની ટેક કંપનીઓ એક પછી એક કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે ત્યારે માઈક્રોસોફ્ટ તરફથી પણ આવા જ સમાચાર સામે આવ્યા છે. ફેસબુક, ટ્વિટર અને એમેઝોન બાદ માઈક્રોસોફ્ટને પણ મંદી નડી છે. માઇક્રોસોફ્ટ કોર્પે અત્યાર સુધીની સૌથી મોટી છટણીની તૈયારી કરી છે અને 10 હજાર કર્મચારીઓને છુટા કરવા જઈ રહી છે. કંપની સતત નુકસાન બાદ આ મોટું પગલું ભરવા જઈ રહી છે.

microsoft

મંદીનો ડર અને સતત ઘટતા રેવન્યૂ વચ્ચે માઇક્રોસોફ્ટને કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડી છે. કંપનીના નિર્ણય બાદ હવે 10 હજાર કર્મચારીઓની નોકરી દાવ પર છે. માઈક્રોસોફ્ટ કોર્પે બુધવારે જણાવ્યું કે, તે નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં 10 હજાર નોકરીઓ ઘટાડશે.

અહીં કંપનીએ જણાવ્યુ કે, નાણાકીય વર્ષ 2023 ના અંત સુધીમાં લગભગ 5 ટકા વર્ક ફોર્સમાં ઘટાડો કરાશે. મીડિયામાં માઇક્રોસોફ્ટમાં છટણીના સમાચારો પ્રકાશિત થયા બાદ હવે કંપનીએ કર્મચારીઓને ઘટાડવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં આ એક સંકેત છે કે યુએસ ટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી છટણી ઝડપી થઈ રહી છે. આ રીતે કંપનીઓ આર્થિક મંદીનો સામનો કરવાની તૈયારી કરી રહી છે.

આ પહેલા માઈક્રોસોફ્ટે ગયા વર્ષે જુલાઈમાં કેટલાક પદ નાબૂદ કરવાની વાત કરી હતી. ઑક્ટોબરમાં ન્યૂઝ સાઇટ એક્સિઓસનો અહેવાલ હતો કે, કંપનીએ વિવિધ વિભાગોમાં 1000 કરતાં ઓછા કર્મચારીઓની છટણી કરી છે. માઈક્રોસોફ્ટ પર્સનલ કોમ્પ્યુટર માર્કેટમાં મંદી સાથે સંઘર્ષ કરી રહી છે. વિન્ડોઝ અને તેની સાથેના સોફ્ટવેરની માંગમાં ઘટાડો આના પાછળ જવાબદાર છે.

English summary
Microsoft Lay Off: Microsoft in recession, preparing to lay off 10 thousand employees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X