For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મ્યાનમારમાં સેનાની ઘૃણ કાર્યવાહી, 114 પ્રદર્શનકારીઓને ગોળી ધરબી

મ્યાનમારમાં સેનાની ઘૃણ કાર્યવાહી, 114 પ્રદર્શનકારીઓને ગોળી ધરબી

|
Google Oneindia Gujarati News

મ્યાનમારમાં પાછલા બે મહિનાથી સેનાનું શાસન છે અને સેના મ્યાનમારની નિર્દોશ જનતાને નિશાન બનાવી રહી છે. શનિવારે મ્યાનમારમાં સેનાએ 114થી વધુ સામાન્ય નાગરિકોની હત્યા કરી નાખી. પરંતુ તે બાદ પણ મ્યાનમારમાં સેના વિરુદ્ધ સતત પ્રદર્શન ચાલુ છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ શનિવારે મ્યાનમારમાં સેનાની ગોળીથી 114 પ્રદર્શનકારીઓના મોત થયાં. રિપોર્ટ મુજબ મ્યાનમારની સેના પ્રદર્શનકારીઓને સતત ખામોશ રાખવાની કોશિશ કરી રહી છે પરંતુ પ્રદર્શનકારી શાંત થવાનું નામ નથી લઈ રહ્યા અને મ્યાનમારની સેના જુંટા સતત પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરી રહી છે.

114 લોકોની હત્યા

114 લોકોની હત્યા

અમેરિકી ન્યૂઝ પેપર સીએનએને મ્યાનમારમાં મીડિયા મ્યાનમાર નાઉના હવાલેથી લખ્યું કે મ્યાનમારમાં સેનાએ શનિવારે 114 લોકોની હત્યા કરી. રિપોર્ટ મુજબ મ્યાનમારના 44 શહેરો અને નગરોમાં સેનાએ પ્રદર્શનકારીઓને ટાર્ગેટ કરી ગોળીઓ ચલાવી અને પાછલા 2 મહિનાથી સતત પ્રદર્શનકારીઓને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ મ્યાનમારની સેના જુંટાએ મિક્તીલામાં એક આવાસીય પરિસરમાં ગોળીબાર શરૂ કરી દીધો જેમાં 13 વર્ષના એક છોકરાનું મૃત્યુ થયું. જ્યારે મ્યાનમાર લોકલ મીડિયાએ કહ્યું કે પ્રદર્શનકારીઓના માથા પર અને પીઠ પર ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મ્યાનમારમાં પાછલા મહિને 1 ફેબ્રુઆરીએ મ્યાનમારની સેનાએ ચૂંટાયેલી સરકારને સત્તાથી બેદખલ કરી દીધી હતી અને તે બાદ આખા દેશમાં સેના વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.

1 ફેબ્રુઆરીથી હિંસા ચાલુ છે

1 ફેબ્રુઆરીથી હિંસા ચાલુ છે

1 ફેબ્રુઆરીએ મ્યાનમારની સેના, જેને ત્યાં જુંટા કહેવામાં આવે છે, તેણે મ્યાનમારની ચૂંટાયેલી સરકારને સત્તાથી બેદખલ કરી મિલિટ્રી શાસનની ઘોષણા કરી દીધી હતી. મ્યાનમારમાં એક વર્ષ માટે ઈમરજન્સીની ઘોષણાં કરતાં સૈન્ય શાસન લગાવી દેવામાં આવ્યું. આની સાથે જ મ્યાનમારની સ્ટેટ કાઉંસલર અને સૌથી મોટા નેતા આંગ સાન સૂ અને મ્યાનમારના રાષ્ટ્રપતિને સેનાએ નજરબંધ કરી રાખ્યા છે. ચૂંટાયેલી સરકારને સત્તાથી બેદખલ કરવા બદલ મ્યાનમારની સેના સામે સતત પ્રદર્શન ચાલુ છે, જેને કચડવા માટે મ્યાનમારની મિલિટ્રી ગોળી ચલાવવાથી પણ પાછળ નથી હટી રહી.

મ્યાનમારમાં સેનાની હિંસક કાર્યવાહીની યૂનાઈટેડ નેશંસે નિંદા કરી છે. યૂએન મહાસચિવ એંટોનિયો ગુટેરસે કહ્યું કે મ્યાનમારમાં સેના સતત સામાન્ય જનતાના વિદ્રોહને કચડવા માટે બંધૂકનો ઉપયોગ કરી રહી છે, જેને કારણે મ્યાનમારમાં શનિવારે સૌથી વધુ સામાન્ય લોકોના જીવ ગયા છે, મ્યાનમાર સેનાની આ હિંસક કાર્યવાહી અસ્વીકાર્ય છે. યૂએન મ્યાનમારમાં એકીકૃત અને આકરી આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની માંગ કરે છે. મ્યાનમારની ક્રિટિકલ સ્થિતિ માટે તત્કાળ સમાધાનની જરૂરત છે.

મ્યાનમાર સેનાની નિંદા

મ્યાનમાર સેનાની નિંદા

મ્યાનમારમાં સેના દ્વારા કરવામાં આવેલી હિંસક કાર્યવાહીની આખી દુનિયામાં નિંદા થઈ રહી છે પરંતુ મ્યાનમારની સેના પર કોઈ ફરક નથી પડી રહ્યો. યૂએને જુંટાની નિંદા કરતાં આકરા શબ્દોમાં હિંસક કાર્યવાહી તત્કાળ રોકવા કહ્યું છે. મ્યાનમાર સ્થિતિ યૂનાઈટેડ નેશંસ ઑફિસે મ્યાનમારની ઘટના પર કહ્યું કે મ્યાનમારની સ્થિતિ બહુ ખતરનાક છે અને મ્યાનમારની સેના કારણવીના આખા દેશમાં ડઝનેક લોકોને ગોળી મારી હત્યા કરી રહી છે, અને શનિવારે સેનાએ વધુ ડઝનેક લોકોની હત્યા કરી, જે 1 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. સેના દ્વારા કરવામાં આવેલી હિંસા અસ્વીકાર્ય છે અને આ તરત બંધ થવી જોઈએ, સાથે જ આના માટે જે કોઈપણ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

વેજ્ઞાનિકોની ચેતવણી, આગામી દિવસોમાં લૂ અને ગરમી તંગ કરશેવેજ્ઞાનિકોની ચેતવણી, આગામી દિવસોમાં લૂ અને ગરમી તંગ કરશે

English summary
Military of myanmar started open fire on people, 114 protesters shot dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X